રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ3 મે, 2025| Super Admin

પાટણની આયુષ ટાઉનશિપમાં સીસી રોડનું કામ શરૂ નહીં કરાતાં રહીશોમાં રોષ

પાટણની આયુષ ટાઉનશિપમાં સીસી રોડનું કામ શરૂ નહીં કરાતાં રહીશોમાં રોષ
પાંચ દિવસમાં કામ શરૂ નહીં કરવામાં આવે તો ગાંધીનગર સુધી રજુઆત કરવાની ચિમકી ; પાટણ શહેરના હાંસાપુર રોડ પર રોટલીયા હનુમાન મંદિર નજીક આવેલી આયુષ ટાઉનશિપમા સીસી રોડના અધૂરા કામથી રહીશો પરેશાન છે. જનભાગીદારીથી સીસી રોડ બનાવવા માટે સોસાયટીના રહીશોએ પૈસા ભર્યા હતા. કોન્ટ્રાક્ટરે જેસીબીથી અધૂરો રોડ તોડીને કામ અટકાવી દીધું હતું.રહીશોએ ટ્રેક્ટર લઈને નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. પાટણના ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલની હાજરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તૂટેલા રોડને કારણે વૃદ્ધો અને બાળકો સહિત રહીશો મુશ્કેલી અનુભવી રહ્યા છે. રજૂઆતને પગલે ચીફ ઓફિસરે ગુરુવારથી કામ શરૂ કરવાની ખાતરી આપી છે. સોસાયટીના રહીશોએ જણાવ્યું કે જો ગુરુવાર પછી કામ શરૂ નહીં થાય તો પ્રાંત કચેરી અને ગાંધીનગર સુધી આ મામલે રજૂઆત કરવામાં આવશે.

સંબંધિત સમાચાર