રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા22 જાન્યુઆરી, 2025| Super Admin

વાવ તાલુકા પંચાયત ની ખેતીવાડી શાખા ને અન્ય સ્થળે ખેસેડાતા લાભાર્થી ઓમાં રોષ

વાવ તાલુકા પંચાયત ની ખેતીવાડી શાખા ને અન્ય સ્થળે ખેસેડાતા લાભાર્થી ઓમાં રોષ

વાવ તાલુકા પંચાયત કચેરીમાં બાંધકામ શિક્ષણ મનરેગા પી.એમવાય પંચાયત એકાઉન્ટ એસ.બી.એમ જેવી દરેક કચેરીઓ અને સ્ટાફ પણ કાર્યરત છે.જે તમામ કચેરીઓ તાલુકા પંચાયતમાં કમ્પાઉન્ડમાં કાર્યરત છે. જોકે વાવ ખાતે અતિ મહત્વની ગણાતી ખેતીવાડી શાખા અને તેના વિસ્ત રણ અધિકારી ગ્રામ સેવક મિત્રો અને સ્ટાફ જનો પોતાની મનસ્વી રીતે છેલ્લા કેટલાય સમય થી આ કચેરીને તાલુકા પંચાયત કચેરી થી એક કિ.મી દૂર પ્રાઇવેટ જગ્યા એ ખસેડાઇ છે. હકીકતમાં તાલુકા પંચાયતમાં ખેતીવાડી શાખાનું મકાન હોવા છતાં તેને ખભાતી તાળા લાગેલા છે. લોક મુખે થતી ચર્ચા મુજબ આ શાખામાં ટેક્ટર ફુવારા તેમજ બાગાયતી પાકોની સબસીડી તેમજ બીયરણ ખાતર જંતુ નાશક દવાના કિટ્સ નું વિતરણ કરાય છે.પરંતુ આ વિસ્તારના લાભાર્થી ખેડૂતો ને અંધારા માં રાખી વિસ્તરણ અધિકારી ગ્રામ સેવકો ભારે ગેરરીતિ ઓ કરતા હોવાની ભારે બુમરડ ઉઠી છે છેલ્લા પાંચ વર્ષથી લાભાર્થીઓ વિસ્તરણ અધિકારી કે ગ્રામ સેવકો ને ઓળખતા પણ નથી.ત્યારે આ ખેતીવાડી શાખામાં ભારે ચાલતી ગેરરીતિઓની ડી.ડી.ઓ.બ.કાં રૂબરૂ મુલાકાત હાથ ધરી તપાસ કરે અને આ કચેરી ને વાવ તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં કાર્યરત કરાવે તેવી લોક માંગ છે.

સંબંધિત સમાચાર