રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 જૂન, 2025| Super Admin

રાજ્યમાં પ્રસાર થયેલ વરસાદી સીસ્ટમ ના કારણે વરસાદનું પ્રમાણ યથાવત

રાજ્યમાં પ્રસાર થયેલ વરસાદી સીસ્ટમ ના કારણે વરસાદનું પ્રમાણ યથાવત
બનાસકાંઠા જિલ્લામાં મેઘાવી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે શનિવારે બનાસકાંઠા જિલ્લામાં આકાશમાં આવતા જતા કાળાડીબાંગ વાદળો વચ્ચે વરસાદ ના ઝાપટાઓ યથાવત રહેવા પામ્યા હતા આ ઉપરાંત વાતાવરણમાં ૧૧ કીમી ની ઝડપથી ફુંકાતા પવન અને વરસાદી માહોલ ને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં ધનધોર વાદળ વચ્ચે સામાન્ય છાંટાઓ સાથે વરસાદ હાથ તાળી પણ આપતો રહ્યો છે જો કે હજુ વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે છેલ્લા કેટલાક દિવસોથી ભારે બફારો અને ઉકળાટ જોવા મળતો હતો પરંતુ જિલ્લામાં શનિવારે દિવસ ભર દક્ષિણ પશ્ચિમ તરફ થી ૧૧ કિમી ના ઝડપે ફૂંકાયેલા પવનોના પગલે વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી હતી જેનાથી જિલ્લા વાસીઓને ગરમીથી મોટી રાહત થઇ છે પરંતુ દિવસભર વરસતા ઝરમર વરસાદના કારણે કાદવ કીચડ પણ થવા પામ્યું છે જેના કારણે લોકો પણ મુશ્કેલીઓ પડી રહીં છે. આગામી સમયમાં વધુ એક વરસાદનો મોટો રાઉન્ડ આવવાની શક્યતાઓ; છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં અનેક સ્થળો પર ભારે વરસાદ થતાં ભારે ખુવારી થવા પામી છે ત્યારે બંગાળની ખાડી વધુ એક સીસ્ટમ જનરેટર થતાં આગામી જુલાઇ ના પ્રથમ સપ્તાહ દરમિયાન ગુજરાત રાજ્ય પર ભારે વરસાદ ની શક્યતાઓ રહેલી છે.

સંબંધિત સમાચાર