રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા4 જૂન, 2026| Super Admin

દાંતીવાડા તાલુકાના ઝાત ગામે શાળાનો ગેટ તૂટી પડતા બેદરકારી સામે સવાલો ઉઠ્યા

દાંતીવાડા તાલુકાના ઝાત ગામે શાળાનો ગેટ તૂટી પડતા બેદરકારી સામે સવાલો ઉઠ્યા

દાંતીવાડા તાલુકાના ઝાત ગામે જિલ્લા પંચાયત હસ્તકની સરકારી પ્રાથમિક શાળામાં ચાલી રહેલા મરામત કામ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. એસ.ઓ.ઇ. અને એસ.એસ.એ. યોજના હેઠળ શાળાના વર્ગખંડ, સેનીટેશન, વોલ, પ્રાર્થના ખંડ, મુખ્ય દરવાજો અને અન્ય સુવિધાઓના કામ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યા છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ કામગીરી ખૂબ ધીમી ગતિએ અને ગુણવત્તા વિના કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ બે દિવસ પહેલાં શાળાનો લોખંડનો મુખ્ય ગેટ સિમેન્ટની દીવાલમાં ફિટ કરવામાં આવ્યો હતો, પરંતુ આજે વેલ્ડિંગ તૂટી જતા ભારે દરવાજો રસ્તા પર ધરાશાયી થયો હતો. સદનસીબે હાલ શાળામાં વેકેશન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો શાળા ચાલુ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.

ગામના જાગૃત નાગરિક અને પૂર્વ SMC અધ્યક્ષ રમેશભાઇ અચલાજી રાજગોરે આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સારી સુવિધા મળે તે માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પરંતુ કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ વચ્ચેની ટકાવારીને કારણે નબળી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે. તેમણે અગાઉ પણ દાંતીવાડા શિક્ષણાધિકારી નીરૂબા રાજપૂતને લેખિત રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. જ્યારે હાલમાં શાળાના SMC અધ્યક્ષ રમેશભાઈ ચુનીલાલ રાજગોરે પણ માંગ કરી છે કે શાળામાં થયેલા ખોટા કામ અંગે સરકાર કડક કાર્યવાહી કરે. સ્થાનિક નટવરભાઈ રાજગોરે જણાવ્યું કે તેઓએ કોન્ટ્રાક્ટરને વારંવાર ગુણવત્તા જાળવવા સૂચના આપી હતી, છતાં તેમની અવગણના થતાં આજે આ ઘટના બની છે.

આ બાબતે કોન્ટ્રાક્ટર દશરથભાઈ પુરાભાઈ ખરસણનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે ગેટ નિર્ધારિત વજન કરતાં વધુ ભારે બનાવવામાં આવ્યો હોવાથી તે તૂટી પડ્યો છે. સાથે જ તેમણે દાવો કર્યો કે કામ હજી પૂર્ણ થયું નથી અને ગુણવત્તા સાથે જ કામગીરી ચાલી રહી છે. સંપૂર્ણ કામ પૂર્ણ કરવા માટે અંદાજે 10 થી 11 મહિના લાગી શકે છે તેમ તેમણે જણાવ્યું.

ટેગ્સ:#dantiwada

સંબંધિત સમાચાર