રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુરના કોટડા (ચા) ગામે અજગરે શ્વાનનું મારણ કર્યું

પાલનપુરના કોટડા (ચા) ગામે અજગરે શ્વાનનું મારણ કર્યું
ખેતરમાં 12 ફૂટ લાંબો અજગર દેખાતા લોકોમાં દહેશત; પાલનપુર તાલુકાના કોટડા (ચા) ગામે ખેતર વિસ્તારમાં ઘસી આવેલ વિશાળ કાય ધરાવતાં એક અજગર એક શ્વાનના શરીર પર વીંટળાઈ જતા શ્વાસ રૂંધાઇ જવાના કારણે શ્વાનનું મોત નિપજ્યું હતું. જોકે આ અજગર કોઈ અન્ય નુકશાન પહોચાડે તે પહેલા વન વિભાગની ટીમે રેસ્કયું કરીને અજગરને પકડી પાડી તેને બાલારામ નજીક જંગલમાં મુકત કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝનને લઇ સરીસૃપ પ્રજાતિના ઝેરી જીવો રહેણાંક વિસ્તારમાં ઘસી આવતા હોય છે. જેમાં પાલનપુર તાલુકાના કોટડા (ચા) ગામે વીરચંદભાઇ કરશનભાઇ પ્રજાપતિ નામના ખેડૂતના ખેતરમાં એક 12 ફૂટ લાંબો અજગર આવી ચડયો હતો અને આ અજગર એક શ્વાન સાથે વીંટળાઈ જતા શ્વાનનું મોત નિપજ્યું હતું. જેને લઇ લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને બનાવ અંગે વન વિભાગમાં જાણ કરવામા આવતા ફોરેસ્ટની ટીમ દોડી આવી રેસ્ક્યુ કર્યું હતું જેમાં અજગરને શ્વાનથી છૂટો કરી તેને સહી સલામત રીતે બાલારામ જંગલમાં છોડી મૂકવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

સંબંધિત સમાચાર