ભગવાન જગન્નાથજી ની ચાલુ સાલે નીકળનારી 143મી રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ કરાયો

જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા શહેર માંથી ફાળો એકત્ર કરવાની કામગીરી હાથ ધરાય
પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર પરિસર ખાતે ચાલું સાલે અષાઢી બીજ ની 143 મી રથયાત્રાની શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને શ્રી જગન્નાથ ભગવાન રથયાત્રા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભગવાન જગન્નાથજીની 143 મી રથયાત્રામાં સમગ્ર પાટણના નગરજનો સહભાગી બને તેવા આશય સાથે શ્રીજગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત શોભાયાત્રા સમિતિ ના કાર્યકરો દ્વારા શહેરનાં મુખ્ય બજાર માર્ગ સહિત વિવિધ વિસ્તારોમાં વેપારીઓ તેમજ પાટણના પ્રબુદ્ધ નગરજનો પાસેથી દાન-ભેટ પેટે ફાળો એકત્રિત કરવામાં આવી રહ્યો છે.
સમગ્ર ભારતભરમાં ત્રીજા નંબરની પાટણ શહેરમાંથી નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની 143 મી રથયાત્રામાં પાટણના વેપારીઓ સહિત પ્રબુદ્ધ નગરજનો દ્વારા ઉદાર હાથે ફાળો આપી ભગવાન જગન્નાથજીના કાર્યમાં સહભાગી બન્યા નો આનંદ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. તો શોભાયાત્રા ને લઈને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને શોભાયાત્રા સમિતિ દ્વારા હાથ ધરાયેલી ફાળો એકત્ર કરવાની સેવાકીય પ્રવૃત્તિમાં સૌ પાટણ વાસીઓનો સહકાર મળી રહ્યો હોવાનું જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીએ જણાવ્યું હતું.
ટેગ્સ:#Patan city#Cultural Celebration#Festival Preparations#Religious Procession#Rath Yatra#Citizen Participation#Lord Jagannathji#143rd Rath Yatra#Jagannath Temple Trust#Community Contributions#Shobhayatra Committee#Local Traders Involvement
સંબંધિત સમાચાર
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
3 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
5 દિવસ પહેલા
પાટણચાણસ્માના ઝિલીયા ફાર્મ હાઉસ હુમલા કેસમાં 18 આરોપીઓના જામીન મંજૂર
6 દિવસ પહેલા
પાટણપાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારાની સાથે અછત મામલે વિરોધ પ્રદર્શન કરાયુ
6 દિવસ પહેલા
