રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 ઑગસ્ટ, 2026| Super Admin

ઓગડ દેવ દરબારના મહંત બલદેવગિરી મહારાજની અટકાયત બાદ જામીન પર મુક્તિ

ઓગડ દેવ દરબારના મહંત બલદેવગિરી મહારાજની અટકાયત બાદ જામીન પર મુક્તિ

બનાસકાંઠા જિલ્લાના ચર્ચિત ઓગડ દેવ દરબારના મહંત બલદેવગિરી મહારાજ મામલે વહેલી સવારથી શરૂ થયેલી પોલીસ કાર્યવાહીને અંતે મોટો વળાંક આવ્યો છે. ચૌધરી સમાજની રજૂઆત અને માંગણીઓને પગલે પોલીસે હાથ ધરેલી તપાસ બાદ મહંતની અટકાયત કરવામાં આવી હતી, જોકે જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

​મળતી માહિતી મુજબ, આજે સવારે ડીસા તાલુકા પોલીસ દ્વારા મહંત બલદેવગિરી મહારાજને પૂછપરછ અર્થે ડીસા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. આ મામલે અગાઉથી જ ચાર આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી હતી.

​ડીસા ડી.વાય.એસ.પી. સી.એલ. સોલંકીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, "ફરિયાદીની રજૂઆત અને પ્રાથમિક તપાસને આધારે બળદેવગિરીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ મથકે લાવીને તેમની ગહન પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછ બાદ કાયદાકીય જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જોકે ​તપાસ અને પૂછપરછ બાદ જામીનપાત્ર ગુનો હોવાથી જરૂરી જામીન પ્રક્રિયા (Bail Process) પૂર્ણ કરીને પોલીસે મહંતને જામીન પર મુક્ત કર્યા છે. વહેલી સવારથી જ મહંતની અટકાયતને લઈને સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી હતી, પરંતુ જામીન મળતાં હાલ પૂરતો મામલો શાંત પડ્યો છે.

ટેગ્સ:#Banaskantha#Deesa

સંબંધિત સમાચાર