રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 મે, 2025| Super Admin

જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક યોજાઈ
કમોસમી વરસાદ,વાવાઝોડું કે પૂર જેવી પરિસ્થિતિ સામે પહોંચી વળવા તથા રાહત અને બચાવ કામગીરી માટે આગોતરુ આયોજન; બનાસકાંઠા કલેક્ટર કચેરી, મિટિંગ હોલ, પાલનપુર ખાતે આજ રોજ જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ વિભાગોના અધિકારીઓ, નોડલ અધિકારીઓ અને તાલુકા સ્તરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરએ જણાવ્યુ હતું કે, ચોમાસાની ઋતુ દરમ્યાન કમોસમી વરસાદ, વાવાઝોડું કે પૂર જેવી પરિસ્થિતિ સામે તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર રહેવું જરૂરી છે. તેમણે અધિકારીઓને ચેતવણી સૂચક બોર્ડ લગાવવાની, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પૂર્વ એલર્ટ આપવાની, નદી, નાળા અને ગટર જેવા સ્થળોની યોગ્ય રીતે સફાઈ કરવાની સૂચના આપી હતી. રોડ-રસ્તાના ખાડા પૂરવા અને ખતરા ઊભા કરે તેવા હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી પણ તાત્કાલિક હાથ ધરવા જણાવ્યું હતું. આ બેઠકમાં ચોમાસા દરમિયાન તાત્કાલિક સહાય, રાહત અને બચાવ કામગીરી માટે આગોતરુ આયોજન અંગે પણ ચર્ચા કરાઈ હતી. જિલ્લા કલેક્ટરએ તાલુકા કંટ્રોલ રૂમ ઊભા કરવા, દરેક વિભાગ દ્વારા સંકલિત કામગીરી સુનિશ્ચિત કરવા, અને સર્વે સંબંધિત કર્મચારીઓને તાલીમ આપી રેસ્ક્યુ અને રિલીફ એક્શન પ્લાન ઘડવા માટે સૂચનો આપ્યા હતા. દરેક તાલુકામાં નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને તેમની જવાબદારીઓ નિર્ધારિત કરાઈ છે.

સંબંધિત સમાચાર