પાટણ જિલ્લામાં પોસ્ટ બજેટ વેબીનારનું આયોજન કરાયું

ખેડૂતોએ યોજનાઓ અને સહાય અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી
પાટણ જિલ્લામાં ખેડૂત ભાઈઓ અને બહેનોને કેન્દ્ર સરકારના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે કરાયેલી જોગવાઈઓ તથા વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી મળી રહે તે હેતુસર શુક્રવારે પોસ્ટ બજેટ વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ અને સરસ્વતી તાલુકાના ખેડૂત ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ વેબીનારમાં ખેડૂતોએ પ્રધાનમંત્રીના સંબોધન સાથે જોડાઈને કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે બજેટમાં કરવામાં આવેલી વિવિધ યોજનાઓ, સહાય અને પ્રોત્સાહન અંગેની માહિતી મેળવી હતી. સાથે જ કૃષિ વિકાસને વેગ આપવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલી નવી પહેલો અને વિવિધ યોજનાઓ હેઠળ મળતી સહાય વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ પણ ખેડૂતોએ પ્રધાનમંત્રીની લિંક મારફતે વેબીનારમાં જોડાઈને માહિતી પ્રાપ્ત કરી હતી. આ કાર્યક્રમ દ્વારા ખેડૂતોએ સરકારની વિવિધ કૃષિ આધારિત યોજનાઓ અને બજેટ ફાળવણી અંગે ઉપયોગી માર્ગદર્શન મેળવી પોતાના ખેતી વ્યવસાયને વધુ મજબૂત બનાવવાની દિશામાં પ્રેરણા મેળવી હતી.
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણના સિદ્ધિ સરોવર સુધી નવી પાઈપલાઈન માટે રૂ. 895.53 લાખના ખર્ચે કામગીરીને મંજૂરી
4 દિવસ પહેલા
પાટણપાટણમાં કપાસનો નીચો ભાવ: રૂ. 1812 થી હરાજી શરૂ થતા ખેડૂતોમાં રોષ
4 દિવસ પહેલા
