રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા9 એપ્રિલ, 2026| Super Admin

પોલીસનું 'ઓપરેશન દેવ': 4 વર્ષના માસૂમને વેચાય તે પહેલા જ આરોપીઓને ઝડપી લીધા

પોલીસનું 'ઓપરેશન દેવ': 4 વર્ષના માસૂમને વેચાય તે પહેલા જ આરોપીઓને ઝડપી લીધા

"બનાસકાંઠામાં માનવતાને શર્મશાર કરતું અને કાળજું કંપી જાય તેવું બાળ તસ્કરીનું રેકેટ સામે આવ્યું છે. પાલનપુર-અંબાજી હાઈવે પર ધનપુરા પાટિયા નજીકથી 6 તારીખે અપહરણ કરાયેલા 4 વર્ષના માસૂમ બાળકને પોલીસે ગણતરીના કલાકોમાં મોતના મુખમાંથી ઉગારી લીધું છે." "ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ 'ઓપરેશન દેવ' શરૂ કરવામાં આવ્યું હતું. વડગામ પોલીસ, LCB, SOG અને પેરોલ ફ્લો સ્ક્વોડની 7 અલગ-અલગ ટીમો મેદાને ઉતરી હતી. 80 કિલોમીટર સુધીના સીસીટીવી ફૂટેજ ફંગોળ્યા બાદ, માત્ર 4 કલાકમાં જ પોલીસે આરોપીઓને આંતરી લીધા હતા."

આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટ ઝડપાયું

"ઝડપાયેલા આરોપી શૈલેષ ગમાર અને બાબુ ભગોરાની પૂછપરછમાં જે વિગતો બહાર આવી તે ચોંકાવનારી છે. આ ટોળકી નાના બાળકોનું અપહરણ કરી અન્ય રાજ્યોમાં એક થી દોઢ લાખ રૂપિયામાં વેચી દેતી હતી. જો પોલીસે ત્વરિત કાર્યવાહી ન કરી હોત, તો આ બાળકને રાજ્ય બહાર મોકલી દેવાની પૂરેપૂરી તૈયારી હતી."

7 અલગ-અલગ ટીમો મેદાને ઉતરી

"તપાસમાં એ પણ ખુલ્યું છે કે આરોપી શૈલેષે અગાઉ એક બાળકીને પણ 1 લાખ રૂપિયામાં વેચી હતી. હાલમાં પોલીસે બાળકને તેના પરિવારને સોંપીને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ તેજ કરી છે. બનાસકાંઠા પોલીસની આ કામગીરીને અત્યારે ચારેતરફથી બિરદાવવામાં આવી રહી છે."

સંબંધિત સમાચાર