રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા21 જુલાઈ, 2026| Super Admin

મહેસાણાના જોટાણામાં પોલીસે ખેતરમાંથી ૩.૧૬ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

મહેસાણાના જોટાણામાં પોલીસે ખેતરમાંથી ૩.૧૬ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ મથકની હદમાં આવતા જોટાણા ગામમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા દારૂબંધી અંગે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે, જોટાણાની સીમમાં 'ચોર તલાવડી' વિસ્તારમાં આવેલા એક ખેતરમાં પોલીસે દરોડો પાડ્યો હતો. આ ખેતરમાં પતરાના ઢાળિયા પાસે ગુપ્ત રીતે સંતાડવામાં આવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી આશરે ૩૯૭ લિટર જેટલો દારૂ ધરાવતી કુલ ૧,૪૬૪ સીલબંધ બોટલો અને ટીન જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા ૩,૧૬,૧૨૦ જેટલી થાય છે.

આ સઘન ઓપરેશન ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS) અને મહેસાણાના જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી (IPS)ના સીધા માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓને ડામવા માટે ચાલી રહેલા ખાસ અભિયાન અંતર્ગત, LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયા અને તેમની ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ અને ખાનગી માહિતીના આધારે આ સફળ કામગીરી કરવામાં આવી હતી.

જોકે, પોલીસ ત્રાટકી તે સમયે ખેતરનો કબજેદાર અને મુખ્ય આરોપી પ્રધ્યુમનસિંહ ઉર્ફે પપ્પુ દિલીપસિંહ તખુજી ચાવડા (રહે. જોટાણા) ઘટનાસ્થળે હાજર ન હતો અને નાસી છૂટ્યો હતો. હાલમાં પોલીસે આ ફરાર આરોપી વિરુદ્ધ સાંથલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(E) તથા ૧૧૬(B) મુજબ વિધિવત રીતે ગુનો દાખલ કર્યો છે અને તેને ઝડપી લેવા માટે આગળની સઘન તપાસ શરૂ કરી દીધી છે.

સંબંધિત સમાચાર