રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા15 જૂન, 2026| Super Admin

ગુંદરી ચેકપોસ્ટ પર પોલીસની લાલઆંખ: વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ગુંદરી ચેકપોસ્ટ પર પોલીસની લાલઆંખ: વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

બૂટલેગરોએ દારૂની હેરાફેરી માટે નવો કીમિયો અપનાવ્યો છતાં નાકામયાબ બન્યા

 જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરફેર સામે પોલીસ દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન ગુંદરી પોલીસ ચેક પોસ્ટ પર ચેકિંગ દરમિયાન પોલીસે મોટી સફળતા મેળવી છે.મળતી માહિતી અનુસાર, પાંથાવાડા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગુંદરી ચેક પોસ્ટ ઉપર રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવતા અને જતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમ્યાન મંડાર (રાજસ્થાન) તરફથી નંબર વગરનું સ્વરાજ FE 735 ટ્રેક્ટર થ્રેસર સાથે આવતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમ્યાન ટ્રેક્ટર પાછળ લગાવેલા થ્રેસરના અંદર ખાસ બનાવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કુલ 106 બોટલ દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 2,79,628/- ગણવામાં આવી છે.આ ઉપરાંત ટ્રેક્ટર-થ્રેસર તથા એક મોબાઇલ સહિત કુલ રૂપિયા 6,89,628/-નો મુદામાલ પોલીસે કબ્જે લીધો છે.પોલીસે આ મામલે હરિયાણા રાજ્યના સુરજીત અને બીજેન્દર નામના બે આરોપીઓને ઝડપી પાડી તેમના વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂ સપ્લાયમાં કુલદીપ રાજપૂત નામના ઈસમની સંડોવણી પણ સામે આવી છે. આ સમગ્ર કાર્યવાહી બનાસકાંઠા રેન્જના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાંથાવાડા પોલીસ ઇન્સપેક્ટર એમ.બી. બારડના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર