રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા25 જુલાઈ, 2025| Super Admin

કડી તાલુકાના જાસલપુર ગામમાં હત્યાના પ્રયાસના આરોપીનું પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરાયું

કડી તાલુકાના જાસલપુર ગામમાં હત્યાના પ્રયાસના આરોપીનું પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરાયું

મહેસાણા જિલ્લાનું કડી શહેર અને તાલુકાના ગ્રામ વિસ્તારો પણ હવે સુરક્ષિત નથી રહ્યાં ત્યારે થોડા દિવસો પહેલા કડી તાલુકાના જાશલપુર ગામ નજીક બનેલી હીંચકારા હુમલાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભયનો માહોલ પેદા કરી દીધો હતો. જેમાં કડી વિસ્તારમાં ફરી ઘાતકી હુમલાની ઘટનાનો મુદ્દો ચર્ચાનો વિષય બમવા પામ્યો છે. તેવામાં કડીના  જાશલપુર રોડ પર એક્ટિવા ચાલક યુવાન પર ઘાતક હથિયાર સાથે હૂમલો કરી તેની હત્યા કરવાનો પ્રયાસ કરવાની એક ઘટના સામે આવી હતી જેમાં પજેલા તો આરોપી પોતાની ગાડીથી એક્ટિવા ચાલકને જોરદાર ટકકર મારી પટકી દે છે અને ત્યાર બાદ ઘાતક હથિયારોથી હીંચકારો હૂમલો કરી ફરાર થઈ જાય છે. ત્યાર બાદ ગંભીર રીતે ઘાયલ એક્ટિવા ચાલક યુવકને વધુ સારવાર અર્થે દવાખાને મોકલી દેવામાં આવ્યો હતો. પરંતુ હત્યાના ઇરાદે કરવામાં આવેલા હુમલામાં પોલીસની સક્રીયતાથી હુમલો કરનાર આરોપીને પકડી પાડી તેની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે હીંચકારો હુમલો કરનારા આરોપીને ઘટના સ્થળ લઈ જઈને કડી પોલીસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. કડી પોલીસે સમગ્ર મામલે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં હુમલાની ઘટનાને અંજામ આપનાર આરોપીને ઘટના સ્થળે લઈ જઈને કડી પોલીસે સમગ્ર ઘટનાંનું રીકન્સ્ટ્રક્શન કરી સમગ્ર બનાવ મામલે જાણકારી મેળવી હતી.

સંબંધિત સમાચાર