રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા27 જૂન, 2026| Super Admin

ડીસામાં જાહેરનામાનો ભંગ કરનાર સ્પા સંચાલક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી

ડીસામાં જાહેરનામાનો ભંગ કરનાર સ્પા સંચાલક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી

બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાનો ભંગ બદલ ડીસા શહેર દક્ષિણ પોલીસે 'ન્યુ ગ્રાન્ડ ફેમિલી સ્પા'ના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.​પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે પાલનપુર રોડ પર આવેલા ખત્રી કોમ્પ્લેક્સમાં રેઈડ કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ, સ્પા/મસાજ પાર્લર ચલાવનારા સંચાલકોએ પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવી દસ્તાવેજી વિગતો તેમજ ત્યાં કામ કરતા કર્મચારીઓની તમામ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી ફરજિયાત છે.

જોકે ​પોલીસની તપાસ દરમિયાન 'ન્યુ ગ્રાન્ડ ફેમિલી સ્પા'ના સંચાલક હરીભાઈ પ્રતાપજી માળી (રહે. બજરંગનગર, કાંટ રોડ, ડીસા) આ પ્રકારના કોઈ પણ દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા. જાહેરનામાનું ઉલ્લંઘન કરી પોલીસમાં જરૂરી વિગતો જમા ન કરાવનાર સંચાલક વિરુદ્ધ પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.​શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ આકસ્મિક કાર્યવાહીથી સ્પા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર