રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા2 જાન્યુઆરી, 2026| Super Admin

મહેસાણા જિલ્લામાં શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી આચરનાર ડબ્બા ટ્રેડિંગના માસ્ટર માઈન્ડ પિન્ટુ ભાવસાર ED ના સકંજામાં

મહેસાણા જિલ્લામાં શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી આચરનાર ડબ્બા ટ્રેડિંગના માસ્ટર માઈન્ડ પિન્ટુ ભાવસાર ED ના સકંજામાં
ED ના દરોડામાં રૂ.10.88 કરોડનું કૌભાંડ ખુલ્યું મહેસાણા જિલ્લામાં શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી આચરવાના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી ગયા છે. ત્યારે મહેસાણા સહિત જિલ્લાના વિસનગર, વડનહર, ઊંઝા જેવા શહેરોમાં પણ ડબ્બા ટ્રેડિંગના મસ મોટા નેટવર્ક સ્થપાયેલા છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અમદાવાદ ઝોનલ ઓફિસને મોટી સફળતા મળી છે. EDએ આ મામલે કરોડો રૂપિયાનું સોનું, ચાંદી અને રોકડ રકમ જપ્ત કરી છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર હોવાનું સામે આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે પિન્ટુ ભાવસાર અને તેના સાથીદારોએ મહેસાણા, વિસનગર અને વડનગરમાં ઓફિસો ખોલી હતી. તેઓએ અનેક કર્મચારીઓ રાખીને સામાન્ય લોકોને ફોન કરાવી શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું. ડિરેક્ટોરેટ એન્ફોર્સમેન્ટ (ઈડી) અમદાવાદ ઝોનલ ઓફિસે 1 જાન્યુઆરી 2026ના રોજ સ્ટોક માર્કેટ રોકાણના ફ્રોડ સંબંધિત કેસમાં મોટી કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન ઇડીએ અંદાજે 110 કિલો વજનની ચાંદી, રૂ. 2.4 કરોડની ચાંદી, રૂ. 1.7 કરોડનું સોનું, અંદાજે 39.7 કિલો ચાંદીના દાગીના, રૂ. 38.8 લાખ જેટલી ભારતીય ચલણની રોકડ, રૂ. 10.6 લાખ જેટલું વિદેશી ચલણ તેમજ વિવિધ મિલકતના દસ્તાવેજો જપ્ત કર્યા છે. આ તમામ સંપત્તિ મની લોન્ડરિંગથી મેળવી છે. આ કેસ હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર અને અન્ય સામે ચાલી રહ્યો છે, જે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002 હેઠળ તપાસ હેઠળ છે. આ તપાસ મહેસાણા જિલ્લાના ખેરાલુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆરના આધારે શરૂ કરવામાં આવી હતી. આ નાણાંનું શેરબજારમાં કોઈ રોકાણ કરવામાં આવતું નહોતું અને આરોપીઓ તેનો વ્યક્તિગત ઉપયોગ કરતા હતા. તપાસ દરમિયાન EDએ 'પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ' તરીકે સોનું, ચાંદી અને રોકડ જપ્ત કરી છે. આ સિવાય અનેક મિલકતોના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે હિમાંશુ ભાવસાર પાસે SEBI નું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર સર્ટિફિકેટ હતું, જેનો ગેરકાયદેસર ઉપયોગ કરીને તેણે વિશ્વાસ સ્ટોક્સ રિસર્ચ પ્રા. લિ., દલાલ સ્ટોક્સ એડવાઇઝરી પ્રા. લિ. અને દેવકી સ્ટોક્સ પ્રા. લિ. જેવી કંપનીઓ ચલાવી હતી. આ કંપનીઓ પાસે SEBI નું કોઈ રજિસ્ટ્રેશન નહોતું. મહેસાણાના ખેરાલુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR બાદ EDએ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ આ તપાસ હાથ ધરી હતી. અત્યાર સુધીમાં વિવિધ રાજ્યોમાં આ ટોળકી વિરુદ્ધ કુલ 7 FIR નોંધાઈ છે, જેમાં અંદાજે ₹10.87 કરોડની છેતરપિંડી થઈ હોવાનું મનાય છે. વધુ તપાસ ચાલુ છે.  મહેસાણામાં શેરબજારના કૌભાંડીઓ પર તવાઈ  ઇડીના દરોડામાં 4.60 કરોડના સોના-ચાંદી અને રોકડ સહિત હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસારની કરોડોની મિલકત જપ્ત કરવામાં આવી છે. સ્ટોક માર્કેટમાં વધુ વળતર આપવાની લાલચ આપી સામાન્ય રોકાણકારોને છેતરવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ ઝોનલ ઓફિસે મની લોન્ડરિંગના કેસમાં કરોડોની મિલકત જપ્ત કરી છે, જેના કારણે નાણાકીય ફ્રોડ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. અન્ય રાજ્યમાં પણ ફસાવ્યા આરોપીઓએ સ્ટોક માર્કેટમાં રોકાણ કરીને મોટો નફો અપાવાની લાલચ આપી ફરીયાદી પાસેથી પૈસા લીધા હતા, પરંતુ બાદમાં નફો આપ્યો નહોતો અને મૂળ રોકાણ પણ પરત આપ્યું નહોતું. તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીઓએ ફરીયાદીના પૈસાનો કોઈ કંપનીના શેરોમાં રોકાણ કર્યો નહોતો, પરંતુ તે રકમ વ્યક્તિગત ખર્ચ માટે વાપરી હતી.      

સંબંધિત સમાચાર