રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા9 જાન્યુઆરી, 2025| Super Admin

મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરીનું સ્થળ ન બદલવા તેમજ દબાણ હટાવવા માટે આવેદન

મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરીનું સ્થળ ન બદલવા તેમજ દબાણ હટાવવા માટે આવેદન
મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીને નાગલપુર શબરી વિદ્યાલય નજીક સર્વે નંબર 595 કે જે રેવન્યુ રેક્ડે ગૌચર છે ત્યાં સ્થાનંતરીત કરવાની ચર્ચાએ શહેરભરમાં જોર પડકયું છે. તેવામાં કલેકટર કચેરીને નાગલપુર વિસ્તારમાં ખસેડવાની ચર્ચા તંત્રમાં ચાલી રહી છે જે મહેસાણા શહેરની મધ્યમાં આવેલી હોઈ જે કચેરીઓને મહેસાણા શહેર માંથી છેક શહેર બહારના વિસ્તારમાં ખસેડવામાં આવે તો જિલ્લા વાસીઓને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે અને દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી જવાની શક્યતા હોઈ મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપી સ્થળ બદલીના મુદ્દે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ જોવા જઈએ તો કોંગ્રેસ સમિતિ દ્વારા બીજું આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં બનેલી દારૂના બુટલેગર દ્વારા ખૂની હુમલા અને સરકારી જમીન પર દબાણના સંદર્ભે અમરપરા તેમજ તાવડીયા રોડ ઉપર દબાણ કરી ગેરકાયદેસર દારૂ તેમજ અન્ય નશાકારક ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોઈ જે કામગીરી પદૂષણ પરા વિસ્તારમાં કરવામાં આવેલ છે તેવી કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે અને દારૂ તેમજ નશાકારક ચીજવસ્તુઓ સહિત દબાણ હટાવવાની સક્રિય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી. જે ઉપરોક્ત બન્નેય બાબતોના અનુસંધાને મહેસાણા જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર