રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા5 જૂન, 2025| Super Admin

પાલનપુરના ગઠામણ ગામના લોકોએ આઝાદીથી આજ સુધી સરપંચને વોટ જ નથી આપ્યો

પાલનપુરના ગઠામણ ગામના લોકોએ આઝાદીથી આજ સુધી સરપંચને વોટ જ નથી આપ્યો
ગઠામણ ગામમાં સાડા સાત દાયકાથી ચૂંટણી જ થઈ નથી હિન્દુ-મુસ્લિમ વારાફરતી બને છે સમરસ સરપંચ; બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામે કોમી એકતાનું અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ગામમાં આઝાદીથી આજ સુધી એકપણ વાર ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી યોજાઈ જ નથી. ગામમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો વસવાટ કરે છે. ગામની વિશેષતા એ છે કે અહીં દર પાંચ વર્ષે સરપંચની નિમણૂક સર્વસંમતિથી કરવામાં આવે છે. એક ટર્મમાં હિન્દુ સમાજમાંથી સરપંચની વરણી કરવામાં આવે છે. તો બીજી ટર્મમાં મુસ્લિમ સમાજમાંથી સરપંચની નિમણૂક કરવામાં આવે છે. આ વર્ષે પણ ગામમાં ગ્રામજનોની સર્વસંમતિથી મુસ્લિમ મહિલાને સરપંચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ડેપ્યુટી સરપંચ તરીકે હિન્દુ મહિલાની વરણી કરવામાં આવી છે. આ પરંપરા ગામમાં છેલ્લા સાડા સાત દાયકાથી અવિરત ચાલી રહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના સમયે આ ગામમાં કોમી એકતાના દર્શન થાય છે. બંને સમુદાયના લોકો એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બને છે. આ ગામની આ પરંપરા ગુજરાત અને દેશ માટે એક આદર્શ ઉદાહરણ બની રહી છે.

સંબંધિત સમાચાર