રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ7 એપ્રિલ, 2025| Super Admin

પાટણ ના વોડૅ નં. ૧૦ વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યાને કારણે રોગચાળો ફાટ્યો

પાટણ ના વોડૅ નં. ૧૦ વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યાને કારણે રોગચાળો ફાટ્યો
ઘરે - ઘરે ઝાડા, ઉલટી,કિડની,પેટના રોઞોની સમસ્યાઓ જોવા મળી પાલિકા પ્રમુખ દ્વારા સમસ્યાના નિરાકરણ માટે ભૂગર્ભ શાખા અને વોટર વર્કસ શાખાને સુચિત કરાયા પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક વિસ્તારમાં અસહ્ય ગંદકી વાળું પાણી આવતું હોવાની બુમરાણ ઉઠવા પામી છે ત્યારે શહેર ના વોડૅ ન ૧૦ ના વિજળ કુવા, ઞુદીપાડા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પીવા નુ દૂષિત પાણી આવતું હોવાની વિસ્તાર ના રહીશો દ્રારા નગર સેવકો સહિત પાલિકા તંત્ર ને અનેક વખત રજુઆત કરવા છતાં પાલિકા દ્વારા આ સમસ્યાનું નિરાકરણ નહિ લવાતા આખરે આ વોડૅ વિસ્તારમાં રોગચાળા એ ભરડો લેતા ઘરે ઘરે ઝાડા, ઉલટી,કિડની,પેટના રોઞો ની સમસ્યાઓ સામે આવી છે તો વિસ્તારની એક મહિલા ની હાલત ગંભીર બનતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે. આ દુષિત પાણીના કારણે હોસ્પિટલ ના બિછાને પડેલી મહિલા ના પતિ જાકીર હુશેન કાઝીએ નગર પાલિકા તંત્ર સામે પોતાની વ્યથા ઠાલવતો વિડિઓ વાયરલ કરી વિસ્તારની સમસ્યા નું તાત્કાલિક નિરાકરણ લાવવાની માગ કરી છે. ત્યારે આ મામલે પાટણ પાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમારને જાણ થતાં તેઓએ તાત્કાલિક નગરપાલિકાની  ભૂગર્ભ શાખા અને વોટર વર્કસ શાખાના અધિકારી કમૅચારીઓને સુચના આપી ઉપરોક્ત વિસ્તારની સમસ્યા તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા આદેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર