પાટણના આનંદેશ્વર મહાદેવ મંદિરની ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી પાટણ પોલીસ

બનાસકાંઠા જિલ્લાના ત્રણ શખ્સોને ચોરીના મુદામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી
પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા પાટણ એલસીબી પોલીસે ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ બનાસકાંઠા જિલ્લાના ત્રણ ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦ ના મુદ્દામાલ સાથે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા પાટણ શહેર બી ડિવિ. પો.સ્ટે.મા આનંદેશ્વર મહાદેવ મંદિર ની કોઈ ચોર ઈસમો દાનપેટી ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
જે ગુનાનો ભેદ ઉકેલવા પાટણ જિલ્લા ના I/C પોલીસ વડા ડી.ડી.ચૌધરી દ્રારા પાટણ એલ.સી.બી.ને સુચના કરતાં પીઆઈ આર.જી.ઉનાગર ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ તથા નેત્રમ પ્રોજેકટ હેઠળના સી.સી.ટી.વી કેમેરા તથા હ્યુમન સોર્સ દ્રારા તપાસ કરતાં સીસીટીવીમા એક સફેદ કલરની વર્ના ગાડીની સંકાસ્પદ હીલચાલ જણાઇ આવેલ જેની તપાસ કરતા ઉપરોક્ત વર્ના ગાડી લઈ ચોરી ના બનાવને અંજામ આપવા માટે બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના આજુબાજુના ગામના ઇસમો હોવાની હકીકત મળતા જે આધારે ટીમે મંદિર ચોરીમા સંડોવાયેલ ચાર ઇસમો પૈકી ત્રણ ઇસમોને પકડી પાડી પુછપરછ કરતા ત્રણેય ઇસમોએ ગુનાની કબુલાત કરતા જણાવેલ પોતે આજથી આશરે દસેક દિવસ અગાઉ સહ આરોપીઓ સાથે મળી પાટણ શહેરના સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીરમાંથી દાન પેટી તોડી રોકડ રકમની ચોરી કરેલ હોવાની કબુલાત કરતા ઇસમો પાસે થી રોકડ રકમ રૂ.૫૧,૯૬૦ તથા મોબાઇલ નંગ ૦૩ કિ.રૂ.૧૫૦૦૦ તથા વર્ના ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦ તથા ચોરી કરવા માટે ઉપયોગ કરેલ એક લોખંડ ની કોંસ મળી કુલ રૂ.૫,૬૬,૯૨૦નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ આરોપીઓની અટક કરી આરોપી સહિત કબ્જે કરેલ મુદામાલ પાટણ સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવેલ હોવાનું જાણવા મળ્યું છે. ઝડપાયેલા આરોપીઓએ એક માસ અગાઉ બનાસકાંઠા જીલ્લાના મુડેઠા ગામે પણ જોગણી માતાજી મંદીરની દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) પટેલ ભાવાભાઈ અબાજી વરધાજી રહે લાખણી જી.બનાસકાઠા
(૨) ઉત્તમ આભાજી ખોલવાડીયા (ઠાકોર) રહે-લાખણી, છગનજી ગોળીયા ખોલવાડીયાપરૂ તા.લાખણી જી.બ.કાંઠા અને
(3) ઠાકોર ચેતનભાઇ લીલાજી રહે-ધ્રોબા તા.લાખણી જી.બ.કાંઠા હાલ રહે-ચાગોદર રોયલ ક્રાઉન સનમાઇકા ફેક્ટરી અમદાવાદ હોવાનું જાણવા મળ્યું છે તો આ ગુનામાં સંડોવાયેલા અને
પકડવાના બાકી આરોપી
(૧) અંકીત ભેરાજી ઠાકોર રહે.ધ્રોબાગામતા.લાખણી જી.બનાસકાંઠાને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ કબજે કરેલ મુદામાલ.
(૧) રોકડ રકમ રૂ.૫૧,૯૬૦
(૨) મોબાઇલ નંગ ૦૩ કિ.રૂ.૧૫૦૦૦
(૩) હુન્ડાઈ વર્ના ગાડી કિ.રૂ.૫ લાખ
(૪) ચોરી કરવા માટે ઉપયોગ કરેલ એક લોખંડની કોંસ મળી કુ.રૂ.૫,૬૬,૯૨૦ નો મુદામાલ કબજે કર્યો છે.
સંબંધિત સમાચાર
પાટણપાટણ નગરપાલિકાની લાલ આંખ: પ્રદૂષણ ફેલાવતા એકમોને નોટિસ, સાત દિવસમાં જગ્યા સીલ કરવાની ચીમકી
15 કલાક પહેલા
પાટણશંખેશ્વર પંથકમાં પાટણ LCBનો દરોડો: મોટાપાયે ચાલતું જુગારધામ ઝડપાયું
16 કલાક પહેલા
પાટણપાટણમાં ‘ગઠિયા’ ગિરાક: દેવિકા ગોલ્ડ પેલેસમાંથી ત્રણ મહિલાઓ સોનાની કડીઓ ચોરી ફરાર
16 કલાક પહેલા
પાટણહારીજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: હિમાચલ પ્રદેશના યુવાનનું ઘટનાસ્થળે જ મોત
16 કલાક પહેલા
