પાટણ એલસીબી ટીમે ટ્રકમાં લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

વિદેશી દારૂની બોટલો નંગ.7812 કિ.રૂ.46, 02,960 અને ટ્રક મળી કુલ.રૂ.56, 23,210 નો મુદામાલ ટીમે હસ્તગત કર્યો
પાટણ એલસીબી પોલીસે પાટણના સિધ્ધપુર પો.સ્ટે. વિસ્તારમાંથી ખાનગી બાતમીના આધારે બટાકાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-7812 કિ.રૂ.46, 02,960 મળી કુલ રૂ.56, 23,210 ના મુદામાલ સાથે એક ઇસમની અટકાયત કરી ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સો સામે સિધ્ધપુર પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ જીલ્લામાં પ્રોહીની બદી નેસ્તનાબુદ કરવા જિલ્લા પોલીસ વડાની સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પાટણની ટીમ ગતરાત્રે સિધ્ધપુર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે ટીમને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ તે મુજબ ટીમે સિધ્ધપુર પો.સ્ટે. વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર પાલનપુર તરફથી આવતી અને મહેસાણા તરફ જતી ટ્રક નં.-RJ-19-GK-4666ને સુજાણપુર પાટીયા નજીક રોકી તેની તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-7812 કિ.રૂ.46, 02,960નો મુદામાલ અનેબટાકાના કટ્ટાઓ નંગ.80 કિ.રૂ.8000 સહિત ટ્રક કિ.રૂ.10 લાખ, મોબાઇલ સહિત મળીને કુલ રૂ.56, 23,210 ના મુદામાલ સાથે પકડાયેલા પપ્પુરામ ઉર્ફે પવન જેતારામ રાવતારામ જાટ ઉવ.આ.29 રહે.કાલાથલ, નવાતલા તા.પચપદરા જિ.બાલોતરા, રાજસ્થાન વાળા સહિત ગુનામાં સંડોવાયેલ પ્રધાન જાટ રહે.જોધપુર, સાંગરીયા અને મહેસાણા ખાતેના ધારક વિરૂધ્ધ સિધ્ધપુર પો.સ્ટે.મા ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણના સિદ્ધિ સરોવર સુધી નવી પાઈપલાઈન માટે રૂ. 895.53 લાખના ખર્ચે કામગીરીને મંજૂરી
4 દિવસ પહેલા
પાટણપાટણમાં કપાસનો નીચો ભાવ: રૂ. 1812 થી હરાજી શરૂ થતા ખેડૂતોમાં રોષ
4 દિવસ પહેલા
