રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ24 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાટણ એલસીબી ટીમે વિદેશી દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપી

પાટણ એલસીબી ટીમે વિદેશી દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપી
વિદેશી દારૂની ૪૫૦૫ બોટલો સાથે કુલ રૂ.૧૫ લાખથી વધુ ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી લીધો પાટણ એલસીબી ટીમે સિધ્ધપુર હાઈવે પર થી વિદેશી દારૂનો જથ્થો ભરેલી લેલન ગાડી સાથે એક ઈસમને ઝડપી વિદેશી દારૂની ૪૫૦૫ બોટલો સાથે કુલ રૂ.૧૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક  વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહીબિશનને લગતી ગે.કા.પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઇ આર.જી.ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો સિધપુર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમમ્યાન મળેલ બાતમીના આધારે સિધ્ધપુર હાઈવે પર સુજાણપુર પાટીયા પાસે રોડ ઉપર નાકેથી બાતમી વાળી લેલન ગાડી નંબર GJ-07-12-4318 નિકળતા તેને ઉભી રાખી ચેક કરતા ગાડીમાં વાસની પટ્ટીઓની આડમાં ગેર કાયદેસર પાસ પરમીટનો ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૪૦૫૫ કિ.રૂ.૧૦,૦૯,૭૫૮ મળી કુલ રૂ.૧૫,૦૯,૭૪૯ ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી સિધ્ધપુર પો.સ્ટે.ખાતે ગુનો નોધાવી ગુનામા સંડોવાયેલા અન્ય બે ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.    

સંબંધિત સમાચાર