રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ18 મે, 2025| Super Admin

પાટણ એલસીબી ટીમે સિદ્ધપુર ના દેથળી ગામે થી બાંગ્લાદેશી મુસ્લિમ દંપતી ને ઝડપી લીધું

પાટણ એલસીબી ટીમે સિદ્ધપુર ના દેથળી ગામે થી બાંગ્લાદેશી મુસ્લિમ દંપતી ને ઝડપી લીધું
વર્ષ ૨૦૧૦-૧૨ ના સમય દરમિયાન ભારત-બાંગ્લાદેશ ની બોડૅર પરથી ગેરકાયદેસર ભારતમાં ઘુસ્યા હોવાનું કબુલ્યું સિદ્ધપુરના દેશળી ગામે ગેરકાયદેસર વસવાટ કરતા બે બાંગ્લાદેશી નાગરીકોને પાટણ એલ.સી.બી.ટીમે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  આ બાબતે સિધ્ધપુર ડીવાયએસપી પંડ્યા દ્રારા અપાયેલ માહિતી મુજબ હાલમાં ભારત દેશની પવર્તમાન પરિસ્થિતિ ધ્યાને રાખી રાજય સરકાર દ્વારા ગુજરાત રાજયમાં વિદેશી નાગરીકો સાથે બાંગ્લાદેશ માંથી ધુસણખોરી કરી ભારતમાં વસવાટ કરતા લોકો ને સોધી કાઢી જેમની સામે કાયૅવાહી કરવા સૂચના કરતા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયીની સુચના અને માર્ગદર્શન મુજબ પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન ગતરોજ હકિકત મળેલ કે સિધ્ધપુર તાલુકાના દેથળી ગામે એક બાંગ્લાદેશી યુવક અને યુવતી આવી મજુરી અર્થે રોકાયેલ છે તે હકિકત આધારે એલસીબી ટીમે પરીણામલક્ષી કાર્યવાહી કરતા દેથળી ગામે છેલ્લા છ મહિનાથી રહેતા અને કલરકામ કરતાં રફીક જલાલ ગુલામ શેખ (મુસ્લિમ) અને તેમની પત્ની કાજલ રફીક જલાલ શેખ મળી આવ્યા હતા અને તેઓની પુછપરછ કરતાં અને જરૂરી આધાર પુરાવા માંગતા તેઓએ વષૅ ૨૦૧૦-૧૨ ના સમય દરમિયાન ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ અને ભારત ની બોડૅર પરથી ભારત માં પ્રવેશ કર્યો હતો.અને શરૂઆતમાં અમદાવાદ, મુંબઈ,પુના જેવા શહેરોમાં વસવાટ કરી છેલ્લા છ માસથી દેથળી ખાતે સ્થાયી થયા હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસ દરમ્યાન રફીક જલાલ ગુલામ શેખ (મુસ્લિમ) વષૅ ૨૦૧૨ માં બાંગ્લાદેશ માંથી ગેરકાયદેસર રીતે ભારતમાં આવ્યો હતો અને તેને શરૂઆતમાં મુંબઈ,પુના અને અમદાવાદ માં વસવાટ કર્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે કાજલે વર્ષ ૨૦૧૦ બાંગ્લાદેશ માંથી ગેરકાયદેસર ભારતમાં આવી હતી અને અમદાવાદ, મુંબઈ અને પુનઃ અમદાવાદમાં વસવાટ કર્યો હતો. અને તેણે ભારત માં આવ્યા બાદ રફીક જલાલ શેખ સાથે નિકાહ કર્યા હોવાનું જણાવ્યું હતું. પાટણ એલસીબી પોલીસની તપાસમાં ઝડપાયેલા બાંગ્લાદેશ ના મુસ્લિમ દંપતી પૈકી રફીક શેખ પાસેથી ભારત દેશનું આધારકાર્ડ,લગ્નનુ પ્રમાણપત્ર તેમજ જન્મનો દાખલો બાંગ્લાદેશ નો મળી આવેલ છે. તો કાજલ શેખ પાસેથી ભારત દેશનું આધારકાર્ડ, ચુંટણી કાર્ડ અને લગ્નનું પ્રમાણપત્ર જ્યારે બાંગ્લાદેશ નું નેશનલ આઈડી કાર્ડ મળી આવેલ છે.પોલીસ તપાસ દરમ્યાન બન્ને પાસેથી મળી આવેલા દસ્તાવેજો કેટલા સાચા અને કેટલા ખોટા છે તેની માટે ની ઝીણવટભરી તપાસ હાલમાં ચાલી રહી હોવાનું સિધ્ધપુર ડીવાયએસપી પંડ્યાએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર