રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ6 ઑક્ટોબર, 2026| Super Admin

ઇન્ટિરિયરના નામે 64 લાખની ઠગાઈ: વડોદરામાં મહિલા ડિઝાઇનર સામે ગુનો નોંધાયો

ઇન્ટિરિયરના નામે 64 લાખની ઠગાઈ: વડોદરામાં મહિલા ડિઝાઇનર સામે ગુનો નોંધાયો

અમદાવાદના ભાડજ વિસ્તારમાં આવેલા બંગલામાં ફર્નિચર, ઇલેક્ટ્રિક, પીઓપી અને કલર કામ કરવાના બહાને વેપારી પાસેથી 64,00,000 રૂપિયા પડાવી લઈ કામ અધૂરું મૂકી છેતરપિંડી આચરવા બદલ મહિલા ઇન્ટિરિયર ડિઝાઇનર સામે હારીજ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.કલમ 318 (2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદના પ્રહલાદનગર ખાતે 61 આર્કેડ હુડ, કોર્પોરેટ રોડ પર રહેતા 27 વર્ષીય વેપારી દેવાંગ વસંતકુમાર ઠક્કરના લગ્ન હારીજના શૈલેષ ફરસુભાઈ ઠક્કરની દીકરી પૃથ્વી સાથે થયા હતા. લગ્ન સમયે સસરા તરફથી અમદાવાદના ભાડજ ખાતે ડિવાઇન સોસાયટીમાં મકાન નંબર 36 વાળો બંગલો ભેટમાં આપવામાં આવ્યો હતો.

આ બંગલામાં ફર્નિચર ઇલેક્ટ્રિક, પીઓપી અને કલર કામ કરાવવા માટે નાઇન પ્રોજેક્ટ (સ્ટાઇલીંગ સ્ટુડીયો)ના સંચાલક અને ઇન્ટિરિયર ડિઝાઇનર મીતા પવનકુમાર ચાંદક (હાલ ઓફિસ સિંધુ ભવન રોડ, અમદાવાદ) સાથે હારીજ ખાતે 74,27,430 રૂપિયામાં કામ નક્કી કરવામાં આવ્યું હતું. તે વખતે ટોકન પેટે 1,50,000 રૂપિયા રોકડા ચૂકવવામાં આવ્યા હતા.ત્યારબાદ તા.1/09/2025થી તા. 27/7/2026 દરમિયાન કામકાજ પેટે વધુ 62,50,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, આમ કુલ મળીને 64,00,000 રૂપિયા રોકડા ચૂકવી દેવાયા હતા અને તેની પાવતી પણ તારીખ 19/08/2026ના રોજ મેળવી લેવાઈ હતી. નાણાં મેળવ્યા બાદ માત્ર અંદાજે 25,00,000 રૂપિયાનું કામ કરીને કારી ગરોએ કામ બંધ કરી દીધું હતું.પૂછપરછ દરમિયાન કારીગરોએ જણાવ્યું હતું કે, મીતા ચાંદકે તેમને પણ નાણાં ચૂકવ્યા નથી. આ મામલે સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં બહાના કાઢીને ફોન ઉપાડવાના બંધ કરી દેવાયા હતા. ઉપરાંત બંગલાનું બાકીનું કામ પણ પૂરું કરવામાં આવ્યું ન હતું કે, લીધેલા નાણાં પરત આપવામાં આવ્યા ન હતા.આ અંગે અગાઉ કરેલી અરજી બાદ કોઈ સમાધાન ન થતાં આખરે દેવાંગ ઠક્કરે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર