રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ11 મે, 2026| Super Admin

પાટણ LCBનો સપાટો : ભવાની ટ્રાવેલ્સની બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

પાટણ LCBનો સપાટો : ભવાની ટ્રાવેલ્સની બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મુસાફરોને બેસવાના અને સુવાના સોફાઓના ખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૯૬૦ બોટલ કિ.રૂ.૧,૪૩,૫૨૦નો મુદામાલ જપ્ત કર્યો

પાટણ-સિધ્ધપુર  માર્ગ પર ભવાની ટ્રાવેલ્સની લકઝરી બસમાં વિદેશી દારૂના જથ્થા ની હેરાફેરી કરાતી હોવાની ચોકકસ બાતમીના આધારે પાટણ એલસીબી ટીમે ગતરોજ વોચ રાખી ભવાની ટ્રાવેલ્સની લકઝરી પસાર થતાં તેને ઉભી રખાવી તપાસ કરતાં મુસાફરોને બેસવાના અને સુવાના સોફાઓના ખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૯૬૦ બોટલ કિ.રૂ.૧,૪૩,૫૨૦નો મુદામાલ  મળી આવતા ટીમે ત્રણ શખ્સો સાથે લકઝરી બસ અને વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની 

મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષકચિરાગ કોરડીયા, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક,વી.કે.નાયી પાટણ દ્રારા પાટણ જીલ્લામાં પ્રોહી/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સખ્ત સુચના કરેલ હોય જે અનુસંધાને આર.જી.ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પાટણની ટીમ સિધ્ધપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે કાર્યવાહી કરતાં સિધ્ધપુર પો.સ્ટે. વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર રાજસ્થાન રાજ્યના રામદેવરા થી અમદાવાદ આવતી ભવાની ટ્રાવેલ્સની લકઝરી બસ નંબર-AR-01-T-5645 વાળીમાંથીસિધ્ધ પુરજી.આઇ.ડી.સી.ની સામે નેશનલ હાઇવે રોડ ઉપર રોકી તેમાં તપાસ કરતાં જે લકઝરીના ચાલકો તથા તેનો માલીક તથા તેના મળીતીયા માણસો સાથે મળીને લકઝરીમાં નીચેના ભાગે પેસેન્જરોને બેસવાના/સુવાના સોફાના ખાનાઓમાં થેલામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ ભરી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ ૯૬૦ કિ.રૂ.૧,૪૩,૫૨૦/-નો મુદામાલ ગે.કા. રીતે હેરાફેરી કરતા ત્રણ ઇસમો મળી આવતાં જેમના વિરૂધ્ધ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી કરવા સારૂ સિધ્ધપુર પો.સ્ટે. સોંપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

પકડાયેલ આરોપીઓમાં ટીકમારામ ઉર્ફે કેલાશ ભુરારામ જાટ રહે.માંગેણી (બાલાસર પંચયત) તા.શીવ જિ.બાડમેર (રાજસ્થન) (લકઝરીનો ડ્રાઇવર), સ્વરૂપસિંહ જુજારસિંહ સોઢા રહે.સેહદાદ કા પાર ખુર્દ (દ્રાભા પંચાયત) તા.ગડરા જિ.બાડમેર (રાજસ્થાન) (લકઝરીનો ડ્રાઇવર કમ કંડકટર) અને મેધસિંહ ખુમાનસિંહ રાઠોડ રહે.મહાબાર,ધનસિંહની ઢાણી તા.જિ.બાડમેર રાજસ્થાન. (મુદામાલ લાવનાર) હોવાનું જાણવા મળ્યું છે. તો આ ગુનામાં સંડોવાયેલા અને પકડવાના બાકી આરોપીમા ભવાની ટ્રાવેલ્સના માલીક ભવાનીસિંહ ભાટી રહે.દુધુડા તા.શીવ જિ.બાડમેર, ગણપતસિંહ ચાવડા રહે.માણસા મુદામાલ મંગાવનાર તેમજ છોટાસિંહ, બાડમેર,ચોટન ચોરાયા,આંબેડકર સર્કલ પાસે આવેલ ઠેકા વાળા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલ મુદામાલમા લકઝરી બસ નંબર-AR-01-T-5645 કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/-,મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૪૬,૦૦૦/રોકડ રૂપીયા ૧૪,૧૦૦/-એમ મળી કુલ કિ.રૂ.૨૭,૦૩,૬૨૦/ મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર