રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ3 જાન્યુઆરી, 2026| Super Admin

પાટણ ધારપુર GMERS ને નેશનલ મેડિકલ કમિશન દ્વારા 37 નવી PG બેઠકો માટે મંજૂરી અપાઈ

પાટણ ધારપુર GMERS ને નેશનલ મેડિકલ કમિશન દ્વારા 37 નવી PG બેઠકો માટે મંજૂરી અપાઈ
તમામ બેઠકો પર વર્ષ 2025-26 થી જ એડમિશન કમિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા પાટણની જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ધારપુર ખાતે શૈક્ષણિક વર્ષ 2025-26 થી 8 વિષયોમાં કુલ 37 નવી MD/MS અનુસ્નાતક બેઠકોને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી ઉત્તર ગુજરાતમાં તબીબી શિક્ષણનું સ્તર સુધરશે અને દર્દીઓને મળતી સારવારની સુવિધાઓ વધુ મજબૂત બનશે.જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ છેલ્લા 14 વર્ષથી પાટણ, બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ અને પડોશી રાજ્ય રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓ માટે આરોગ્ય સેવાનું મુખ્ય કેન્દ્ર રહી છે.હાલમાં આ હોસ્પિટલમાં દૈનિક સરેરાશ 1500 જેટલા આઉટડોર (OPD) અને 200 જેટલા ઇન્ડોર (IPD) દર્દીઓ સારવાર મેળવે છે.આ સંસ્થામાં દર વર્ષે MBBS ના 200 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે. તબીબી શિક્ષણ અને આરોગ્ય સેવાઓને વિસ્તૃત કરવાના હેતુથી કોલેજ દ્વારા NMC ને અનુસ્નાતક અભ્યાસક્રમો શરૂ કરવા માટે દરખાસ્ત મોકલવામાં આવી હતી, જેને હવે સત્તાવાર મંજૂરી મળી છે.મંજૂર થયેલી 37 બેઠકોની વિષયવાર વિગત જોઈએ તો MD જનરલ મેડિસિનમાં 07, MS જનરલ સર્જરીમાં 04, MD ઓબ્સ એન્ડ ગાયનેકમાં 04, MS ENT માં 04, MS ઓર્થોમાં 04, MD પેથોલોજીમાં 04, MD એનેસ્થેસિયોલોજીમાં 08 અને MD સાયકિયાટ્રીમાં 02 બેઠકોનો સમાવેશ થાય છે.આ તમામ બેઠકો પર શૈક્ષણિક વર્ષ 2025-26 થી જ એડમિશન કમિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સિદ્ધિને કારણે હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની ઉપલબ્ધતા વધશે, જેનાથી જટિલ રોગોની સારવાર સ્થાનિક સ્તરે જ શક્ય બનશે.    

સંબંધિત સમાચાર