રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ22 ડિસેમ્બર, 2025| Super Admin

પાટણ જિલ્લાની મતદાર યાદીમાંથી લાખો મતદારોના નામ કમી થવા પાછળ ભાજપનો હાથ હોવાન પાટણ કોંગ્રેસના આક્ષેપ

પાટણ જિલ્લાની મતદાર યાદીમાંથી લાખો મતદારોના નામ કમી થવા પાછળ ભાજપનો હાથ હોવાન પાટણ કોંગ્રેસના આક્ષેપ
લઘુમતી-દલિત મતદારોના નામ કાઢવા ભાજપની ગુપ્ત મીટિંગમાં સૂચના અપાયાનો પાટણ કોંગ્રેસનો ગણગણાટ કોગ્રેસ દ્વારા રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર અને પાટણ કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે. પાટણ કોંગ્રેસે સમિતિ દ્વારા ભાજપના પદાધિકારીઓ પર મતદાર યાદીમાંથી ચોક્કસ જ્ઞાતિ અને સમુદાયના મતો ઘટાડવા માટે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાનો ગંભીર આક્ષેપ કરી પાટણ કોગ્રેસ દ્વારા રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર અને પાટણ કલેક્ટરને લેખિત ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલના જણાવ્યા અનુસાર, 17 ડિસેમ્બર, 2025 ના રોજ પાટણ માર્કેટ યાર્ડના હોલ ખાતે ભાજપના બૂથ લેવલના કાર્યકરોની ગુપ્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ દ્વારા કાર્યકરોને સૂચના અપાઈ હતી કે આગામી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસનું સમર્થન ઘટાડવા માટે દરેક બૂથ દીઠ 40 થી 50 મતદારો ઓછા કરવા તેઓ દ્વારા આપવામાં આવેલ ફરિયાદ પત્રમાં ઉલ્લેખ કરી જણાવાયું છે કે, આ બેઠકમાં ખાસ કરીને 2002 ની મતદાર યાદીનો ઉલ્લેખ કરીને 50 વર્ષથી વધુ વયના મુસ્લિમ અને દલિત સમાજના મતદારોના નામ કોઈપણપુરાવા વગર કમી કરવા દબાણ કરાયું હતું. કોંગ્રેસનો દાવો છે કે જીવિત મતદારોના નામ પણ યાદીમાંથી દૂર કરવા અને અધિકારીઓ પુરાવા ન માંગી શકે તે રીતે કાર્યવાહી કરવા માર્ગદર્શન અપાયું હતું. પાટણ શહેરના વોર્ડ નંબર 7, 8 અને 10 માંથી 100 થી 200 મતદારો ઘટાડવા માટેની ચોક્કસ સૂચનાઓ અપાઈ હોવાનું પણ કોંગ્રેસે જણાવ્યું છે. આ મામલે કોંગ્રેસે માર્કેટ યાર્ડના સીસીટીવી ફૂટેજ તપાસવાની અને લોકશાહીના પવિત્ર મતાધિકારનું રક્ષણ કરવા માટે જવાબદાર અધિકારીઓને સૂચના આપવાની માંગ કરી છે. આ ઉપરાંત, ખેડૂતોના હિત માટે બનેલી સહકારી સંસ્થાના હોલનો રાજકીય હેતુ માટે ઉપયોગ કરવા બદલ યાર્ડ પાસેથી ભાડું વસૂલવા અને રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરવાની પણ માંગણી કોગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.        

સંબંધિત સમાચાર