રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા18 જુલાઈ, 2025| Super Admin

વાવ રાછેણા એસ.ટી બસ અનિયમિત તેમજ ખખડધજ હાલતમાં મુકતા મુસાફરો માં ઉગ્ર રોષ

વાવ રાછેણા એસ.ટી બસ અનિયમિત તેમજ ખખડધજ હાલતમાં મુકતા મુસાફરો માં ઉગ્ર રોષ

વાવ થી વાવ રાછેણા એસ.ટી બસ જે થરાદ ડેપો મારફત ચાલી રહી છે તે વાયા કપીલેશવર મહાદેવ સરદારપુરા ગોલગામ નાળોદર થઈ રાછેણા ચાલી રહી છે.આ બસ વાવ થી વહેલી સવારે 7.30 કલાકે ઉપડી 9 કલાકે રાછેણા પહોંચવાનો છે. આ બાબતે ગોલગામ ના યુવા અગ્રણી મેઘરાજભાઈ ભદરૂ એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. કે આ બસ મહિનામાં એક સપ્તાહ અનિયમિત આવે છે. તેમજ એસ.ટી ડેપો થરાદ ખાતે થી મુકાતી એસ.ટી બસ એવી કડમ અને ખખડધજ હાલતમાં મુકાય છે કે થરાદ થી રાછેણા 32 કી.મી ના અંતરે મહિનામાં 3 થી 4 વખત રસ્તામાં બગડી જતાં મુસાફરો રસ્તામાં પરેશાન થાય છે. સત્વરે આ એસ.ટી બસ ને નિયમિત અને સારી હાલત માં મુકવામાં આવે તેવી આ વિસ્તારના આ રૂટના ગ્રામજનો તેમજ મુસાફરો ની ઉગ્ર માંગ છે. હવે પછી કોઈ રાડ ફરિયાદ રહેશે તો મુસાફરો જિલ્લા એસ.ટી વિભાગ ના નિયામક ને લેખિતમાં રજુઆત કરશે તેવું મુસાફરો એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર