રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 ફેબ્રુઆરી, 2025| Super Admin

આગામી એક મહિના સુધી બટાકાની કામગીરીથી પંથક ધમધમી ઉઠશે

આગામી એક મહિના સુધી બટાકાની કામગીરીથી પંથક ધમધમી ઉઠશે
બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા પંથકમાં બટાટાની સીઝન ચાલુ થઈ જતાં કોલ્ડ સ્ટોરેજ ના દ્રાર પણ ખુલવા લાગ્યા છે. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અંદાજીત ૨૦૦થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. ગત વર્ષે કોલ્ડ સ્ટોરેજમાં મુકેલા બટાકા ના છેક સુધી સારા ભાવો મળ્યા હતા તેની સાથે બટાટા ની નવી સીઝન નો પ્રારંભ થતાં નવી આશાઓ અને ઉમંગ સાથે કોલ્ડ સ્ટોરેજો ના શુભ મુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે ત્રણ દિવસમાં શુભ મુહૂર્ત ડીસા વિસ્તારમાં આવેલા કનૈયા કોલ્ડ સ્ટોરેજ સહીત ૧૦ થી વધુ કોલ્ડ સ્ટોરેજ નુ મુહર્ત કરવામાં આવ્યું હતું અને બટાટા ભરવાની શરૂઆત કરી છે એક કોલ્ડ સ્ટોરેજ અંદાજીત ૧.૫૦ થી ૧.૮૦ લાખ સુધી બટાકા ના કટાનો સંગ્રહ કરી શકાય છે. આ બાબતે જાણવા મળતા પ્રમાણે આગામી ૨૦ ફેબ્રુઆરી સુધી તમામ કોલ્ડ સ્ટોરેજ શરૂ થઈ જશે અને જે આગામી એક મહિના સુધી બટાટા ની આવક થી ધમધમશે જેથી કરી ડીસા પંથકમાં બટાકાની સિઝનનો ધમધમાટ રહશે ત્યારે હવે જોવા નું એ રહશે કે ખેડૂતો ને બટાટા ના ભાવો આગામી સમયમાં કેટલા મળશે અને ડીસા વિસ્તારમાં આવેલા કેટલા કોલ્ડ સ્ટોરેજ ભરાશે તેના પર ખેડૂતો તથા વેપારીઓ ની પણ મીટ મંડાઇ છે. કોલ્ડ સ્ટોરેજ શરૂ થતા બટાટા ની આવક શરૂ થઇ; બટાટાની નવી સિઝનનો પ્રારંભ થતાં કોલ્ડ સ્ટોરેજ ના સંચાલકો અને વેપારીઓ એ શુભ મુહૂર્ત કરી બટાટા નુ લોડીંગ શરૂ કર્યું છે. ત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બટાકાની પણ આવક શરૂ થઈ રહી છે. અને કોઈ સ્ટોરેજ માં ટ્રેક્ટરો સહિત મોટી ગાડીઓ બટાકા ભરીને આગમન થતું જોવા મળી રહ્યું છે. ખેડૂતો અને વેપારીઓને બટાટા ના સારા ભાવ મળવાની આશા; બટાકાના ભાવમાં સતત તેજી મંદિ રહેતા ખેડૂતોને વેપારીઓને નફો નુકસાની વેઠવાનો વારો આવે છે ગત વર્ષે ઓછા ઉત્પાદન વચ્ચે બટાકાના સતત ભાવ જળવાઈ રહેતા હતા ત્યારે હવે ચાલુ વર્ષે બટાકાની નવી સિઝનની શરૂઆત થતાં ખેડૂતો અને વેપારીઓ પણ આ વર્ષે બટાકાના સારા ભાવો મળવાની આશા સાથે ખરીદી શરૂ કરી છે.

સંબંધિત સમાચાર