રાજ્ય સરકાર દ્વારા ચોમાસા બાદ રોડ -રસ્તાના સમારકામની કામગીરી ચાલી રહી છે.પરંતુ પાલનપુરના કુંભાસણ ગામથી કુંભલમેર ચોકડી જવાનો એક કિલો મીટર માર્ગ છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં હોઈ આ રસ્તાને લઈને સ્થાનિકો સહિત વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે સત્વરે આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવે પાલનપુરના ગઢથી ચડોતર માર્ગ ઉપર કુંભાસણ ચોકડી ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્લેપ ડ્રેન નાળું બનાવવામાં આવી રહ્યું છે.જ્યાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગની બાજુમાં ડાઇવર્જન આપીને વાહનચાલકો માટે સાઈડમાં રોડ બનાવી વાહન વ્યવહાર ડાઈવર્ટ કરાયો હતો.જો કે દસ દિવસ પહેલાં માર્ગની સાઈડમાં બનાવેલ ડાઇવર્જનને બદલી દેતા વાહનચાલકોને કુંભાસણ ગામમાંથી કુંભલમેર ચોકડી બે કિમી ફરીને જવું પડતું હતું. કુંભાસણ ગામથી કુંભલમેર ચોકડી સુધીના એક કી.મી બિસ્માર માર્ગથી વાહનચાલકોએ પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો સામનો કરવો પડ્યો હતો. આ માર્ગ ઉપર પડેલ ઠેરઠેર ગાબડાથી વાહન ચાલકો પરેશાન બની ચૂક્યા હતા.જો કે બે દિવસ પહેલા ફરીથી મુખ્ય માર્ગની સાઇડમાં બનાવેલ ડાઇવર્જન ખોલી દેવાતા વાહનચાલકોને થોડી રાહત મળી છે.પરંતુ ડાઇવર્જન માર્ગ ઉપર કામ ચાલતું હોઇ આ માર્ગ પણ ઉબડ ખાબડ હોઇ વાહન ચાલકોની સમસ્યા જૈસે થે બની છે. કુંભાસણ ગામમાં થઈને કુંભલમેર ચોકડી સુધીનો બે કી.મી.માર્ગ બિસ્માર હાલતમાં હતો જ્યાં આ માર્ગને લઈને સ્થાનિકો સહિત વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા હતા.જો કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સૂંઢા ચોકડીથી કુંભાસણ ગામનો એક કી.મી.માર્ગને નવીન બનાવવામાં આવ્યો હતો.જો કે ગ્રામજનોને જ્યાં વધુ હાલાકી પડતી હતી તે ગામથી કુંભલમેર ચોકડી સુધીનો માર્ગ બનાવવામાં ન આવતાં ગ્રામજનો સહિત અહીંથી પસાર થતા વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા સૂંઢા ચોકડીથી કુંભાસણ ગામમાંથી કુંભલમેર ચોકડી સુધીના બે કી.મી.માર્ગમાં જ્યાં ગામથી કુંભલમેર જવાનો જે માર્ગ બિસ્માર હાલતમાં હતો.તે માર્ગ બનાવવાને બદલે જ્યાં માત્ર ત્રણ ચાર ખાડા હતા.તે એક.કી.મી. માર્ગને બનાવી દેવામાં આવ્યો અને જે એક કી.મી. માર્ગ જે છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં છે એ માર્ગનું કામ બાકી રાખવામાં આવ્યું છે.જેને લઈને સ્થાનિકોમાં માર્ગ અને મકાન વિભાગની આ કામગીરીને લઈને નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે.
પાલનપુરના કુંભાસણથી કુંભલમેર ચોકડી સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં : વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી

ટેગ્સ:#Palanpur#Kumbhalmer#motorists#Chadotar#Road Repair#Building Department#Kumbasan#intersection road#pedestrians suffer
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
3 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
4 દિવસ પહેલા
