રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 જુલાઈ, 2025| Super Admin

પાલનપુર પશ્ચિમ પોલીસે 6 બાઇકો સાથે 3 શખ્સોને ઝડપી લીધા...!

પાલનપુર પશ્ચિમ પોલીસે 6 બાઇકો સાથે 3 શખ્સોને ઝડપી લીધા...!
વાહન ચેકિંગ દરમિયાન બે શખ્સો ઝડપાતા વધુ બેના નામ ખુલ્યા પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન બે શખ્સોને શંકાસ્પદ બાઈક સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ તપાસ કરવામાં આવતા તે બાઈક ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે સઘન પૂછપરછ કરતા તેમણે જુદી જુદી જગ્યાએથી કુલ છ બાઈકોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.જેમાં અન્ય બે શખ્સો પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું.જેથી પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ કે.એચ.બિહોલા પોતાના પોલીસ સ્ટાફ સાથે વાહન ચેકિંગમાં હતા. તે સમય દરમિયાન એક શંકાસ્પદ મોટર સાયકલ સાથે બે શખ્સો ઝડપાયા હતા. જેમની પૂછપરછ કરતા તેમની પાસેનું મોટર સાયકલ ચોરીનું હોવાનું સામે આવ્યું હતું જેથી તેમની આકરી પૂછપરછ કરતા તેમના દ્વારા પાલનપુર પશ્ચિમ,પૂર્વ તેમજ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુદા જુદા છ મોટર સાયકલ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે 6 મોટર સાયકલ કબજે કરી ત્રણ શખ્સોની અટકાયત કરી છે. જેના પગલે અન્ય ગુનેગારોમાં ફફડાટ પ્રસરી ગયો છે.

સંબંધિત સમાચાર