રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા29 મે, 2025| Super Admin

પાલનપુર એસ.ટી. વિભાગને ઉનાળુ વેકેશન ફળ્યું; એકસ્ટ્રા બસો અને રૂટ પર ભીડ

પાલનપુર એસ.ટી. વિભાગને ઉનાળુ વેકેશન ફળ્યું; એકસ્ટ્રા બસો અને રૂટ પર ભીડ
એસ.ટી.વિભાગની દૈનિક આવક 69 લાખ રૂપિયા વધીને 80-82 લાખ સુધી પહોંચી; પાલનપુર એસ.ટી. વિભાગને વેકેશનમાં ભીડ અને વધેલી મુસાફરીના કારણે નોંધપાત્ર આવક થઈ છે.આ વર્ષે પાલનપુર એસ. ટી. વિભાગે 79500 ટ્રીપ દ્વારા 42.54 લાખ મુસાફરોને સેવા આપી છે. જેના પરિણામે 26 કરોડ 45 લાખની ધરખમ આવક થઈ છે.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એસ.ટી.માં 1.10 લાખ વધુ મુસાફરોએ મુસાફરી કરી છે.અને દૈનિક આવકમાં 80-82 લાખ રૂપિયાનો વધારો થયો છે. પાલનપુર એસ.ટી. વિભાગ દ્વારા રાજ્યના અંબાજી,અમદાવાદ,દાહોદ,ભુજ રાપર,ગાંધીધામ અને વડોદરા તરફની વેકેશન દરમ્યાન આ રૂટ ઉપર મુસાફરોની ભારે ભીડ જોવા મળી. આ ઉનાળુ વેકેશન દરમિયાન પાલનપુર એસ.ટી. વિભાગ દ્વારા દૈનિક 562 થી વધુ બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં 250 થી વધુ એકસ્ટ્રા ટ્રીપનો સમાવેશ થયો છે. પાલનપુર એસ. ટી. વિભાગના સૂત્રોના જણાવ્યાં અનુસાર ઉનાળુ વેકેશનમાં મુસાફરોની અવરજવર વધુ હોવાથી વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું છે.વર્ષ 2024 માં પાલનપુર એસ.ટી. વિભાગે દૈનિક 69 લાખ રૂપિયાની આવક મેળવી હતી. જ્યારે 2025માં આ આવક વધીને 80-82 લાખ રૂપિયા થઈ છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 1.10 લાખ મુસાફરોનો વધારો થયો છે.આ સફળતા એસ. ટી. વિભાગની સસ્તી અને સલામત સેવાને કારણે શક્ય બની છે. એકસ્ટ્રા બસો અને રૂટ પર ભીડ; ઉનાળુ વેકેશન દરમિયાન પાલનપુર એસ.ટી. વિભાગે મુસાફરોની માંગને પહોંચી વળવા 250 થી વધુ એક્સ્ટ્રા ટ્રીપ દોડાવી ખાસ કરીને અંબાજી, અમદાવાદ,દાહોદ, ભુજ રાપર ગાંધીધામ, વડોદરા જેવા રૂટ પર મુસાફરોની સંખ્યા વધુ જોવા મળી છે. જેના કારણે પાલનપુર એસ.ટી .વિભાગની દૈનિક આવક 69 લાખથી વધીને 80-82 લાખ સુધી પહોંચી છે.અને દૈનિક આવકમાં 11 થી 13 લાખ રૂપિયાનો વધારો નોંધપાત્ર છે. જે એસ.ટી. વિભાગની કાર્યક્ષમતા અને મુસાફરોના વિશ્વાસને દર્શાવે છે.

સંબંધિત સમાચાર