રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત સફાઈ હાથ ધરાઈ

પાલનપુર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત સફાઈ હાથ ધરાઈ
જિલ્લા કલેકટર સહિત પદાઅધિકારીઓ અને અધિકારીઓએ સફાઈ કરીને શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અપીલ કરી : પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છ પાલનપુર પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ ભેગા મળી પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા વેપારીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. પાલનપુર નગરપાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી મારું પાલનપુર સ્વચ્છ પાલનપુર મારુ પાલનપુર પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સંતો મહંતો તેમજ લોકો અભિયાનમાં જોડાયા હતા. જ્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટર પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અંતર્ગત સફાઈ અભિયાનમાં જોડાયા હતા. જેમાં પાલનપુર નગરપાલિકા બહાર જિલ્લા કલેકટર મિહિર પટેલ, પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ,  ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, સેનિટેશન ચેરમેન પાર્થભાઈ ઠાકોર,  નીલમબેન જાની, સેનિટેશન શાખાના શૈલેષભાઈ ચૌધરી, ઓમકારભાઈ સોની સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ ભેગા મળી સફાઈ કરવામાં આવી હતી. તેમજ જિલ્લા કલેકટરે વેપારીઓ સાથે વાતચીત કરી પાલનપુર નગરપાલિકાના અભિયાનમાં જોડાઈ પ્લાસ્ટિક મુક્ત પાલનપુર બનાવવા જણાવ્યું હતું.જેથી વેપારીઓએ પણ જિલ્લા કલેકટરની વાતને સમર્થન આપી શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ખાતરી આપી હતી.

સંબંધિત સમાચાર