રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા10 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુર એલસીબીએ દેશી બનાવટની પિસ્તોલ સાથે એકને ઝડપી પાડયો

પાલનપુર એલસીબીએ દેશી બનાવટની પિસ્તોલ સાથે એકને ઝડપી પાડયો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં એલસીબી પોલીસે કુખ્યાત ઇસમ અકરમખાન ઇમ્તિયાઝખાન મેવાતીને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધો છે. પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર હથિયારો રાખનારા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચના અનુસાર એલસીબી ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઇના માર્ગદર્શન હેઠળ એક ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. અકરમખાન મેવાતી અગાઉ ખંડણી માગવી, મારામારી, આર્મ એક્ટ અને ખૂનની કોશિશ સહિતના કુલ 6 ગુનાઓમાં સંડોવાયેલો હતો. તે કોર્ટથી જામીન પર મુક્ત થયા બાદ પણ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખતો હતો. એલસીબીના એએસઆઇ રાજેશકુમાર હરીભાઇને મળેલી માહિતીના આધારે પાલનપુરથી માલણ જતા રોડ પર ફજલે માસમ દરગાહ નજીકથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી રૂ. 10,000ની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. પોલીસે આ હથિયાર આપનાર બનાસકાંઠાના કુખ્યાત ઇસમ કિશોરકુમાર કાન્તીલાલ લુહાર ઉર્ફે કે.કે. પંચાલ સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. કે.કે. પંચાલ રાજ્યભરમાં મારામારી, ખંડણી, આર્મ એક્ટ અને લૂંટ/ધાડના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે.એલસીબી પાલનપુર દ્વારા બંને આરોપીઓ સામે આર્મ એક્ટ તથા સંગઠિત ગુનાખોરી સંબંધિત કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર