રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા29 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુર; ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા "ગોળાઈ કા રાજા" મહોત્સવનો શુભારંભ

પાલનપુર; ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા "ગોળાઈ કા રાજા" મહોત્સવનો શુભારંભ

મહારાષ્ટ્રને ઘેલું લગાડનાર ગણપતિ મહોત્સવ હવે ગુજરાત માં પણ ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે પાલનપુર ખાતે પણ આજે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા "ગોળાઈ કા રાજા""ની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. આજે દેશભરમાં ગણપતિ મહોત્સવને પગલે ગણપતિ બાપા મોરિયાનો નાદ ગુંજી ઊઠયો છે. ત્યારે પાલનપુરમાં પણ ઠેરઠેર ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. પાલનપુરના ગુરુનાનક ચોક ખાતે પણ આજે "ગોળાઈ કા રાજા"ની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું. દાતા સુખડીયા સ્વીટ પરિવાર ના નિવાસ સ્થાનેથી ગણતપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે ગુરુનાનક ચોક ખાતે પહોંચી હતી. જ્યાં ગોળાઈ કા રાજાનું સ્થાપન કરાયું હતું.  જોકે, કળિયુગમાં ગણપતિ આરાધના અને ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે. દુર્વા અને મોદક પ્રિય ગણેશજીની આરાધનાથી સિદ્ધિ પ્રાપ્ત થતી હોઇ આજે ઠેરઠેર ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી જિલ્લા સહિત સમગ્ર વિશ્વ કલ્યાણની પ્રાર્થના પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે કરી હતી. ત્યારે આજ થી પાંચ દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી શહેરીજનો ગણપતિ બાપાની ભક્તિમાં તલ્લીન થશે. આજે ગણપતિ સ્થાપન બાદ 5 દિવસ સુધી રાત્રે ભજન સત્સંગ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે ઓપરેશન સિંદૂર ની થીમ પર ઝલક રજુ કરવામાં આવશે.શહેરની ધર્મપ્રેમી જનતાને ભાગ લેવા અનુરોધ કરાયો છે.

સંબંધિત સમાચાર