રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 ફેબ્રુઆરી, 2025| Super Admin

અંબાજીમાં ગબ્બર પરિક્રમા મહોત્સવના બે દિવસમાં બે લાખ કરતાં વધું શ્રધ્ધાળુઓ એ દર્શન કર્યા

અંબાજીમાં ગબ્બર પરિક્રમા મહોત્સવના બે દિવસમાં બે લાખ કરતાં વધું શ્રધ્ધાળુઓ એ દર્શન કર્યા
શક્તિપીઠ અંબાજીના ગબ્બર ખાતે ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નો આજે બીજો દિવસ છે ને આ બે દિવસમાં બે લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓ એ પરિક્રમા નો લાભ લીધો છે અને હજી પણ આવતી કાલે પરિક્રમા મહોત્સવ નો ત્રીજો અને છેલ્લો દિવસ છે ત્યારે અવિરતપણે હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગબ્બર પરિક્રમા માટે પહોંચી રહ્યા છે મહત્વ ની બાબત તો એ છે આ 51 શક્તિપીઠ મંદિર દેશ અને દુનિયા ના વિવિધ સ્થળો એ આવેલા છે ત્યારે કોઈ શ્રદ્ધાળુ તેની યાત્રા કરી ન શકે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ડ્રિમ પ્રોજેક્ટ ને લઇ આ 51 શક્તિપીઠ મંદિરો ની આબેહૂબ કૃતિ વાળા ને તેવીજ પૂજા સાથે ની સ્થાપના અંબાજી ના ગબ્બર તળેટી ખાતે કરવામાં આવી છે. ત્યારે પ્રતિવર્ષે આ પાટોત્સવ ને લઇ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ને એક જ જન્મમાં એક જ દિવસ માં 51 શક્તિપીઠ મંદિર નો દર્શન નો લ્હાવો મળી રહ્યો છે જોકે શ્રદ્ધાળુઓ આ પરિક્રમા મહોત્સવ નો લાભ લે તે માટે માત્ર બનાસકાંઠા કે ઉત્તર ગુજરાત નહિ પણ અમદાવાદ સુરત બરોડા જેવા અનેક સ્થળો થી યાત્રિકો ગબ્બર પરિક્રમા કરવા માટે અંબાજી પહોંચે તે માટે ની બસ ની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે ને શ્રદ્ધાળુઓ ને દર્શન કર્યા બાદ ભોજન પ્રસાદ તેમજ નાસ્તા ની પણ નિઃશુલ્ક વ્યવસ્થા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર