રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા18 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુરનું કોર્ટ સંકુલ જગાણા ખસેડવાનો વિરોધ; વકીલોએ કોર્ટોના સ્થળાંતર સામે માંડ્યો મોરચો

પાલનપુરનું કોર્ટ સંકુલ જગાણા ખસેડવાનો વિરોધ; વકીલોએ કોર્ટોના સ્થળાંતર સામે માંડ્યો મોરચો
પાલનપુર બાર એશોસીએશને ઠરાવ કરી જતાવ્યો વિરોધ: નગરજનોને લડતમાં જોડાવવા અપીલ; બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર સ્થિત જિલ્લા અદાલત ને જગાણા ખસેડવાની હિલચાલ સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. આજે પાલનપુર બાર એસોસીએશન દ્વારા પણ અદાલતોને જગાણા ખસેડવા સામે વિરોધ જતાવવામાં આવ્યો હતો. જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ના જોરાવર પેલેસમાં જિલ્લા અદાલત સહિતની તમામ કોર્ટો આવેલી છે. જે અદાલતોને પાલનપુરથી સાતેક કિલોમીટર દૂર જગાણા ગામમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. જેની સામે હવે વકીલોએ પણ મોરચો માંડ્યો છે. પાલનપુર બાર એસોસિએશન દ્વારા કોર્ટો જગાણા ખસેડવાનો વિરોધ કરતો ઠરાવ કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. જોકે, કોર્ટ સંકુલ જગાણા ખસેડવાથી જિલ્લાભરના પક્ષકારો પર આર્થિક બોજો વધશે. જેથી શહેરની વિવિધ સંસ્થાઓ અને પ્રજાજનો પણ કોર્ટોના સ્થળાંતર સામે જાગૃત બની લડતમાં જોડાય તેવી લાગણી બાર એસોસિએશનના પ્રમુખ સતીશ ચૌધરી અને મંત્રી પ્રકાશ ધારવાએ વ્યક્ત કરી હતી. જોકે, વકીલોએ કોર્ટોના સ્થળાંતર સામે લડી લેવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે તંત્ર શુ નિર્ણય લેશે તે તો જોવું રહ્યું..!

સંબંધિત સમાચાર