રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા12 મે, 2026| Super Admin

મહેસાણામાં "ઓપરેશન સમર": ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અખાદ્ય કેરીના રસ અને આઈસ્ક્રીમનો જથ્થો નાશ કર્યો

મહેસાણામાં "ઓપરેશન સમર": ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અખાદ્ય કેરીના રસ અને આઈસ્ક્રીમનો જથ્થો નાશ કર્યો

430 કિલો અખાદ્ય કેરીના રસની સ્થળ પર નાશ : રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે

ઉનાળાની ઋતુમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તા. 12-05-2026 ના રોજ સમગ્ર જિલ્લામાં "ઓપરેશન સમર" હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ ઉનાળામાં સૌથી વધુ વપરાતા ખાદ્ય પદાર્થો જેવા કે કેરીનો રસ, શ્રીખંડ, મઠો અને આઈસ્ક્રીમની તપાસ માટે ત્રણ અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોએ મહેસાણા શહેર અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ કરીને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા અને અખાદ્ય જણાયેલા જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

તપાસ દરમિયાન મહેસાણા દેદિયાસણ GIDCમાં આવેલી ચામુંડા ડેરી (માલિક: સુરેશભાઈ રણછોડભાઈ પટેલ) માંથી 430 કિલોગ્રામ વાસ મારતો અખાદ્ય કેરીનો રસ મળી આવતા તેનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે, મોઢેરા રોડ પર સ્થિત જય ચામુંડા ડેરી પાર્લરમાંથી 28 લિટર માવા મલાઈ આઈસ્ક્રીમ, 8 લિટર ગુલાબ આઈસ્ક્રીમ તેમજ પાન શોટ સિરપ, કિવિ ક્રશ અને અન્ય ફ્લેવર ટોપિંગના નમૂના લઈ બાકીના શંકાસ્પદ જથ્થાનો નિકાલ કરાયો હતો. આ ઉપરાંત, મોઢેરા રોડ પર જ આવેલ મધુર ડેરી પાર્લરમાંથી અમેરિકન મઠો અને કેસર મઠાના નમૂના લેવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રિલ માસ દરમિયાન પણ તંત્ર દ્વારા વિસનગર અને મહેસાણાની વિવિધ પેઢીઓ જેવી કે પટેલ ડેરી પ્રોડક્ટ્સ, ક્રિષ્ણા ડેરી, પાટીદાર રસ સેન્ટર, રોયલ મિલ્ક પેલેસ, સહયોગ ડેરી, વિસત ડેરી, ઉમિયા રસ કોર્નર અને સ્વેતુલ ડેરી ખાતેથી મેંગો મિલ્ક શેક અને કેરીના રસના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. તંત્રની આ ઝુંબેશને પગલે ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે અને આગામી સમયમાં પણ આ પ્રકારની સઘન તપાસ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. "તમામ નમૂનાઓને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આધિકારીએ જણાવ્યું હતું.

 

ફૂડ વિભાગ દ્વારા વિવિધ ડેરીઓમાં તપાસ કરવામાં આવી

(1) જય ચામુંડા ડેરી પાર્લર, મોઢેરા રોડ-મહેસાણા

(2) ચામુંડા ડેરી, દેદિયાસણ-મહેસાણા

(3) શ્રી મધુર ડેરી પાર્લર, મોઢેરા રોડ-મહેસાણા

(4) પટેલ ડેરી પ્રોડક્શન, વિસનગર

(5) કૃષ્ણા ડેરી પ્રોડક્શન, વિસનગર

(6) પાટીદાર રસ સેન્ટર, મહેસાણા

(7) રોયલ મિલ્ક પેલેસ, મહેસાણા

(8) સહયોગ ડેરી પાર્લર એન્ડ પ્રોડક્ટ્સ

સંબંધિત સમાચાર