રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 જૂન, 2026| Super Admin

ડીસામાં બટાકાના બિયારણના પૈસા ન ચૂકવનાર આરોપીને એક વર્ષની કેદ

ડીસામાં બટાકાના બિયારણના પૈસા ન ચૂકવનાર આરોપીને એક વર્ષની કેદ

60 દિવસમાં આરોપી બાકીની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની કેદનો હુકમ કર્યો

ડીસામાં બટાકાના વેપારી પાસેથી બટાકાનું બિયારણ લઇ આરોપીએ પેમેન્ટ ન ચૂકવતાં તે પેટે આપેલા ત્રણ ચેકો રીટર્ન થતાં ડીસાની મહેરબાન ત્રીજા એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ-કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા અને રૂ. 2,30,000 વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. જો આરોપી 60 દિવસમાં બાકીની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો હતો. 

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં ત્રણ હનુમાન રોડ પર પિતૃકૃપા કોમ્પ્લેક્ષમાં મે.હીતેન્દ્રકુમાર એન્ડ કંપની નામની પેઢી ધરાવતાં સુખદેવભાઇ વકતાજી ગેલોત બટાકાનો વ્યવસાય અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અને ખેડૂત તેમજ વેપારીઓને બટાકાનું બિયારણની લેવડ-દેવડનું પણ કામ કરે છે. ત્યારે તેમની જ સમાજના અને ઓળખીતા ડીસાના કાંટ રોડ પર આવેલ બજરંગ સોસાયટીમાં રહેતાં માંગીલાલ ગોકળજી પરમાર ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓએ સને-2020 માં તા.11/11/2020 ના રોજ રૂ. 2,30,000 ના બટાકાનું બિયારણ લઇ ગયા હતા. જેમાં વેપારીને 15 દિવસમાં નાણાં ચૂકવી આપવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ વેપારીએ સમય મર્યાદા મુજબ બટાકા બિયારણના નાણાંની ઉઘરાણી કરતાં આરોપીએ તેઓ વેપારીને કહેલ કે, 'મારે રૂપિયાની જરૂર હોવાથી હાલ અમો તમોએ આપેલ બટાકા બિયારણના રૂપિયા ચૂકવી શકું તેમ નથી પરંતુ દિવાળી બાદ તમોને તમારા બટાકા બિયારણના રૂપિયા ચૂકવી આપીશું.' 

ત્યારબાદ વેપારીએ આરોપી પાસે દિવાળી બાદ ઉઘરાણી કરતાં આરોપીએ બટાકા બિયારણની કુલ રૂ. 2,30,000 પેટે ધી મહેસાણા અર્બન કો. ઓપરેટીવ બેંક લીમીટેડ-ડીસા શાખાના તા.13/09/2021 ના રોજ રૂ. 1,00,000, રૂ. 80,000 અને રૂ. 50,000 એમ કુલ મળી ત્રણ ચેકો આપ્યા હતા.  ત્રણ ચેકો વેપારીએ બેંકના ખાતામાં ભરતાં આરોપીના ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાના કારણે ત્રણ ચેકો રીટર્ન થયા હતા. જેથી આરોપીને નોટીસ ફટકારી તે પણ સ્વીકારી ન હતી. જેથી તેઓએ ડીસા કોર્ટમાં ચેક રીટર્ન અંગેનો કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતાં ડીસાની મહેરબાન ત્રીજા એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ-કોર્ટના જજ પંકજકુમાર સુધીરભાઇ શાહના ફરિયાદી પક્ષના વકીલ કૈલાશભાઇ વી. ગેલોતની દલીલોને ગ્રાહ્ય રાખી હતી. જેમાં આરોપી માંગીલાલ ગોકળજી પરમારને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 ના ગુના માટે એક વર્ષની સાદી કેદની સજા અને હુકમની તારીખથી 60 દિવસમાં ફરિયાદીને રૂ. 2,30,000 ની રકમ ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો. જો આરોપી 60 દિવસમાં બાકીની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો હતો.

સંબંધિત સમાચાર