રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 જાન્યુઆરી, 2026| Super Admin

કાંકરેજના શિહોરી રતનપુરા બ્રિજ ઉપર ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

કાંકરેજના શિહોરી રતનપુરા બ્રિજ ઉપર ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી રતનપુરા પાસે આવેલા નેશનલ હાઈવે રોડના બ્રિજ ઉપર એક અજાણ્યા ટ્રેલર ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતાં બાઇક પાછળ બેઠેલા એક યુવકનું મોત થયું હતું અને બાઇક ચાલકને નાનીમોટી ઇજાઓ થતાં ૧૦૮ માં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને શિહોરી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક યુવાન કાંકરેજ તાલુકાના ચેખલા ગામનો જગદીશજી સરતાનજી દૂધેચા (ઠાકોર) હોવાનું જાણવા મળ્યું છે. જોકે મૃતકના માથા ઉપર ટ્રેલર નું ટાયર ફરી વળતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું અને આ ઘટનાને પગલે સમગ્ર ચેખલા ગામ સહિત આજુબાજુ ના વિસ્તાર માં ભારે શોકની કાલિમા છવાઇ હતી અને મૃતકના પરિવાર જનો શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને સુપ્રિટેન્ડ ડૉક્ટર પંકજ ગોહિલે ઇજાગ્રસ્ત યુવકની સારવાર કરી હતી અને મૃતકના પોસ્ટમોટમ અને પંચનામાની કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે નેશનલ હાઈવે રોડ ઉપર પડેલ ખાડાઓના કારણે આવા અકસ્માતો સર્જાતા નાના મોટા વાહન ચાલકો મોતને ભેટી રહ્યા છે ત્યારે હવે નઘરોળ તંત્ર દ્વારા આવા ભયજનક ખાડાઓ પૂરવામાં આવશે કે પછી રાહદારીઓ અને વાહન ચાલકો ભોગ બનતા રહેશે તે જોવું રહ્યું પરંતુ હાલમાં તો એક માનો લાડકવાયો ભોગ બનતા ભારે અરેરાટી ફેલાઈ છે.    

સંબંધિત સમાચાર