રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા18 જુલાઈ, 2025| Super Admin

લાખણી- ડીસા હાઇવે ઉપર પોષડોડા સાથે એકની ધરપકડ

લાખણી- ડીસા હાઇવે ઉપર પોષડોડા સાથે એકની ધરપકડ
આગથળા પોલીસે કુલ રૂ.૧૦,૪૦,૦૩૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો આગથળા પોલીસે લાખણી -ડીસા હાઈવે રોડ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન ક્રેટા ગાડીમાંથી માદક પદાર્થ પોષડોડા સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચિરાગ કોરડીયા, (પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ) તથા અક્ષયરાજ મકવાણા, (પોલીસ અધિક્ષક બનાસકાંઠા) એ માદક પદાર્થની હેરાફેરી તથા વેંચાણ કરતા આરોપીઓને પકડી પાડવા સુચન કરેલ.જે સંદર્ભે ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકીના માર્ગદર્શન હેઠળ આગથળા પીઆઈ આર.આર.રાઠવાની સૂચનાથી પોલીસ સ્ટાફના માણસો આગથળા પોલીસ સ્ટેશન સામે લાખણી -ડીસા હાઈવે રોડ ઉપર વાહન ચકીંગ કરતા હતા.તે દરમ્યાન આરોપી બાબુજી ખેતાજી જાટ (રહે. લક્ષ્મીપુરા તા.ડીસા) ના કબજાની હ્યુડાઈ કંપનીની ક્રેટા ગાડી (નં.GJ-08-DJ-1976) ની ડેકીની અંદર સ્પેરવિલ મુકવાની જગ્યામાંથી પોષડોડા ૨.૯૨૫ કિ.ગ્રા કિ.રૂ.૮,૭૭૫/-તથા રોકડ રકમ ૨૧,૨૬૦/- તથા ક્રેટા ગાડી કી.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૧૦,૪૦,૦૩૫/-નો મુદામાલ કબજે કરી પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર