રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા10 જૂન, 2025| Super Admin

ઊંઝા તાલુકાના લીંડી ગામે સરપંચ અને સભ્યમાં એક પણ ફોર્મ ના ભરાયું

ઊંઝા તાલુકાના લીંડી ગામે સરપંચ અને સભ્યમાં એક પણ ફોર્મ ના ભરાયું
ગામ સમરસ ના થતા ગ્રામજનોએ ચૂંટણી પ્રક્રિયા મુલત્વી ઊંઝા તાલુકાના લીંડી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સરપંચ કે સભ્યમાંથી એક પણ ફોર્મ ભરાયુ નહીં ગામમાં સમરસ મુદે આંતરિક વિવાદ થતા એક પણ ફોર્મ ભરાયુ નથી.  જેને લઇ હવે લીંડી ગામે સરપંચ અને સભ્યો માટેની ચૂંટણી યોજાઈ શકશે નહીં. ઊંઝા તાલુકાના લીંડી ગામે ગઈકાલે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે એક પણ ઉમેદવારી ફોર્મ ભરવામાં નહીં આવતા હાલ પૂરતી ચૂંટણી નહીં યોજાય, સરપંચ સહિત મળી ગામ સમરસ થતું હતું. પરંતુ ગામમાં આંતરિક વિવાદને લઈ કોઈ ફોર્મ ભરાયું નહોતું. જેને લઇ લીંડી ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પંરતુ આંતરિક વિવાદને ઉમેદવારી ભરવાના છેલ્લા દિવસે એક પણ ફોર્મ ભરવામાં ન આવતા હાલ પુરતી ચૂંટણી નહીં થાય. લીંડી ગામના અગ્રણી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, લીંડી ગામમાં ચૂંટણી ન થવાનું કોઈ રાજકીય કારણ કે વિવાદનું કોઈ કારણ નથી. ગામ વર્ષોથી સમરસ થાય છે. કોઈ દિવસ ચૂંટણી થઈ નથી. ફોર્મ ભરવાની તૈયારી કરાઇ હતી. ગામ સમરસ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જાહેરાત પણ કરાઈ હતી પરતું વિવાદ થતા સમરસ ના થતા ગ્રામજનોએ એકબીજાના સંબધો ના બગડે એ માટે ચૂંટણી મુલત્વી રાખી છે.

સંબંધિત સમાચાર