રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 મે, 2026| Super Admin

ઉત્તર ગુજરાત વીજ કંપનીનો છબરડો ચિત્રાસણીમાં વીજ ધારકને રૂ.1.06 લાખનું તોતિંગ વીજ બિલ ફટકાર્યું

ઉત્તર ગુજરાત વીજ કંપનીનો છબરડો ચિત્રાસણીમાં વીજ ધારકને રૂ.1.06 લાખનું તોતિંગ વીજ બિલ ફટકાર્યું

બનાસકાંઠામાં UGVCL ની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ચિત્રાસણી ગામના એક વીજ ગ્રાહકને વપરાશ વિના જ લાખો રૂપિયાનું વીજબિલ ફટકારાતા ગ્રાહક ચિંતામાં મુકાયો છે. સામાન્ય રીતે દર મહિને 200 થી 300 રૂપિયા બિલ આવતું હોવા છતાં આ વખતે સીધું 1 લાખ 6 હજાર 843 રૂપિયાનું બિલ આવતા સમગ્ર પરિવારનો જીવ તાળવે ચોટયો છે.

પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામમાં રહેતા આંજણા રામા ભાઈ અભાભાઈને UGVCL તરફથી મોબાઈલમાં વીજબિલ નો મેસેજ મળ્યો હતો. મેસેજમાં 1 લાખ 6 હજાર 843 રૂપિયાનું બિલ દર્શાવતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. ગ્રાહકના જણાવ્યા મુજબ તેઓ વર્ષોથી ખેતરમાં રહે છે અને ગામમાં આવેલ મકાનમાં કોઈ રહેતું નથી. જેથી વીજ વપરાશ ખૂબ જ ઓછો થતો હતો અને દર વખતે માત્ર 200 થી 300 રૂપિયાનું બિલ આવતું હતું. પરંતુ આ વખતે મીટરનું વાસ્તવિક રીડિંગ આશરે 3100 યુનિટ હોવા છતાં બિલમાં 17 હજાર યુનિટ દર્શાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ દિનેશભાઇ રામાભાઈ ચૌધરીએ કર્યો હતો.

UGVCLની આ ગંભીર ભૂલને લઈને ગ્રાહકે ઇકબાલગઢ UGVCL કચેરીએ પહોંચીને રજૂઆત કરી બિલમાં સુધારો કરવાની માંગ કરી છે. જોકે, ઉત્તર ગુજરાત વીજ કંપનીની બેદરકારીને લઈને હાલ તો વીજ ધારકના પરિવારનો જીવ પડીકે બંધાયો છે.

સંબંધિત સમાચાર