રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા1 ડિસેમ્બર, 2025| Super Admin

મહેસાણા મામલતદાર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

મહેસાણા મામલતદાર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

મહેસાણા મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર એસ.કે પ્રજાપતિના હસ્તે અને અગ્રણી ગીરીશભાઈ રાજગોરની ઉપસ્થિતિમાં નવીન જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ એટીવીટી સેન્ટરની વિવિધ સેવાઓ વિશે જાણકારી મેળવી નવીન જનસેવા કેન્દ્ર બનવાથી લોકોને વિવિધ સેવાઓ સરળતાથી મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. મહેસાણા મામલતદાર કચેરી ખાતે હાલ જનસેવા કેન્દ્ર એટીવીટી સેન્ટર કાર્યરત છે પરંતુ મહેસાણા તાલુકાના વિસ્તારને તેમજ અરજદારોના ધસારાને ધ્યાને લઈ અંદાજિત રૂપિયા ૩૫ લાખના ખર્ચે મામલતદાર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્ર (એટીવીટી સેન્ટર) તૈયાર કરવામાં આવ્યું છે. આ જનસેવા કેન્દ્રમાં ૭/૧૨,૮ અના ઉતારા જાતિના દાખલા, રેશનકાર્ડ,, આધાર કાર્ડ સહિતની વિવિધ સેવાઓ મહેસાણા તાલુકાના લોકોને સરળતાથી ઉપલબ્ધ થશે. આ પ્રસંગે જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિએ મામલતદાર કચેરી ખાતે આવેલ અરજદારો સાથે પૃચ્છા કરી કચેરીમાં અપાતી વિવિધ સેવાઓની જાત ચકાસણી કરી વિવિધ યોજનાકીય લાભો અને સેવાઓ અરજદારોને સરળતાથી મળી રહે તે માટે સુચના આપી હતી.  આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર જશવંત કે. જેગોડા મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વીશ વાણંદ, મહેસાણા મામલતદાર ગૌતમ વાણીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.    

સંબંધિત સમાચાર