નવરાત્રીની તૈયારીઓ : ડીસા સહિત જિલ્લામાં ડેકોરેશનની આઇટમોની વેચાણ શરૂ

ઠેર ઠેર ગરબા મંડળો સોસાયટીઓ, શેરી ગરબાના આયોજનને લઇ તડામાર તૈયારીઓ
નવરાત્રિ મહોત્સવની આગામી તા.૨૨/૦૯/૨૦૨૫ થી શરૂ થઇ રહેલી આધશક્તિ માં અંબાની નવરાત્રી પર્વને લઇ જીલ્લાની બજારમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહી છે. ડીસા સહિત જિલ્લામાં નવરાત્રી માટેના ડેકોરેશનનો સામાન વેચતા વેપારીઓ દ્વારા અગાઉથી ખરીદેલ મંડપ ડેકોરેશનનો સામાન અને મંદિરોમાં સજાવટ માટેનો સામાન દુકાનો પર જેમ કે જરી, જુમર, વેલ , તોરણ, ફુલ, ઝુમખા તથા લાઇટીગ સિરિઝો વગેરે તમામ આઇટમો બજારમાં દેખાઇ રહી છે. જેને ગરબા આયોજકો દ્વારા તેની ખરીદી પણ કરવામાં આવી રહી છે.
એકબાજુ હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહેવાની શક્યતાઓને લઇ નવરાત્રી આયોજકો પણ મુંજવણમાં જોવા મળી રહ્યા છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતાઓ નહીંવત છે. ત્યારે ગરબા મહોત્સવને લઈ ખેલૈયો સહિત આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ટેગ્સ:#Deesa#market#Preparations#Garba#Navratri#decoration#Garba mandals#Aadhashakti#Navratri festival
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ બનાસ નદીમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો: ત્રણ આરોપીઓ ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુર હાઈવે પર સ્પા સેન્ટર ઉપર દરોડો : થાઈલેન્ડની 5 યુવતીઓ સહિત 7 ની અટકાયત
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના હવાઇ પિલર નજીકથી મોટર સાયકલની ચોરી : પોલીસ ફરિયાદ નોંધાઈ
2 દિવસ પહેલા
બનાસકાંઠારાજ્યસભાના ઉપાધ્યક્ષે પરિવાર સાથે મા અંબાના દર્શન કર્યા
2 દિવસ પહેલા
