રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ21 જૂન, 2025| Super Admin

પાટણ જિલ્લા તેમજ તાલુકાઓની તમામ કોર્ટોમાં આગામી ૧૨ જુલાઈ એ નેશનલ લોક અદાલતનું આયોજન

પાટણ જિલ્લા તેમજ તાલુકાઓની તમામ કોર્ટોમાં આગામી ૧૨ જુલાઈ એ નેશનલ લોક અદાલતનું આયોજન

ન્યાય સર્વના માટે આ સુત્રને સાર્થક બનાવવાના હેતુસર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી, તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, નામદાર ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના નિર્દેશન હેઠળ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાટણ તથા તેના તાબાની તમામ તાલુકા કાનૂની સેવા સમિતિઓ ધ્વારા પાટણ જિલ્લા તથા તાલુકાની તમામ કોર્ટોમાં નામદાર ચેરમેન-વ-મુખ્ય જિલ્લા ન્યાયાધીશ પ્રશાંત એચ.શેઠ ના માર્ગદર્શન હેઠળ આગામી તા.૧૨ જુલાઈના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે. આ લોક અદાલતનો લાભ જિલ્લાના તમામ પક્ષકારો ને મળી રહે તે હેતુસર, સદર લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટને લગતા કેસો, વાહન અકસ્માતને લગતા કેસો, મજૂર તકરાર ને લગતા કેસો, લગ્ન જીવન તકરાર કે પરીવાર તકરાર ને લગતા કેસો, બેંક ને લગતા, જમીન વળતરને લગતા કે અન્ય દાવાઓ, દિવાની કેસો વિગેરે સમાધાનને લાયક તમામ પ્રકારના કેસો આ નેશનલ લોક અદાલતમાં મુકી શકાય છે. આ ઉપરાંત પ્રિલીટીગેશન કેસો એટલે કે જે કેસો કોર્ટમાં આવેલ ન હોય પરંતુ પક્ષકારો વચ્ચે તકરાર હોય, તે તકરારોનાં કોર્ટમાં કેસ આવે તે પહેલા સુખદ નિકાલ આવે તે અંગે પણ લોક અદાલતમાં મુકવામાં આવે છે. તો તેવી તકરાર અંગે પણ લોક અદાલતમાં પતાવટ કરવામાં આવશે. જે કોઈ વ્યકિત કોર્ટમાં ચાલતા આવા કોઈ પણ પ્રકારના સમાધાનના કેસો આ નેશનલ લોક અદાલતમાં મુકવા માંગતા હોય, તેવા લોકો પોતે કે પોતાના વકીલો મારફત જે તે સબંધીત અદાલતમાં પોતાના કેસો મુકી શકે છે અને તેના માટે તેમણે સબંધીત જિલ્લાની કોર્ટો કે તાલુકાની કોર્ટોનો સંપર્ક કરવા સેક્રેટરી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નઓએ જણાવ્યું છે.

સંબંધિત સમાચાર