રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા29 નવેમ્બર, 2024| Super Admin

ખેમાણામાં ગૌમાતા પર એસિડ એટેક કરનાર નરાધમ ઝડપાયો સરઘસ કાઢતી પોલીસ

ખેમાણામાં ગૌમાતા પર એસિડ એટેક કરનાર નરાધમ ઝડપાયો સરઘસ કાઢતી પોલીસ

અબોલ ગૌવંશ પર એસિડ એટેક કરનારનું સરઘસ કાઢતી પોલીસ: પાલનપુરના ખેમાણા ગામ પાસે અબોલ ગાયો પર એસિડ એટેક કરનાર શખ્સને પાલનપુર તાલુકા  પોલીસે ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસે છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ 10 ગાયો ઉપર એસિડ નાખનારા શખ્સને પાલનપુર તાલુકા પોલીસે ઝડપી લઇ તેની સામે પશુ કૃરતા નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુર આબુ હાઇવે ઉપર ખેમાણા ટોલનાકા પાસે  જુદી જુદી ગાયો ઉપર એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ અધમ કૃત્યથી જીવ દયા પ્રેમીઓ માં ભારે આક્રોશ ફેલાયો હતો. જેને લઈને એસિડ નાખનારા શખ્સને ઝડપી લેવા ઉગ્ર માંગ ઉઠવા પામી હતી. 

દરમિયાન, પાલનપુર તાલુકા  પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ ચેક કરી શોધખોળ કરી આ શખ્સને  ઝડપી લીધો હતો.  આ અંગે પાલનપુર તાલુકા પીઆઈ એમ. આર.બારોટે  જણાવ્યું હતું કે, જે સ્થળે ગાયો ઉપર એસિડ નાખવામાં આવ્યું હતું. તેની આજુબાજુના ખેતરોમાં  તપાસ કરી હતી. હ્યુમન સોર્સના  આધારે આખરે ખેમાણા ટોલનાકા નજીક રહેતા સુરેશભાઈ પરસોત્તમભાઈ પટેલને ઝડપી લેવાયો હતો. જેનું જાહેરમાં સરઘસ કાઢી સબક શીખવાડવામાં આવ્યો હતો. તેમજ તેની સામે પશુ કૃરતા નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર