રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા8 મે, 2025| Super Admin

ઊંઝા એપીએમસી સંકુલ ખાતે એર સ્ટ્રાઇક હુમલાને લઈ મોકડ્રીલ યોજાઈ

ઊંઝા એપીએમસી સંકુલ ખાતે એર સ્ટ્રાઇક હુમલાને લઈ મોકડ્રીલ યોજાઈ
ઊંઝા ગંજબજાર એમ્બ્યુલન્સોની સાયરનથી ગુંજી ઉઠ્યું; ઊંઝા એપીએમએસી સંકુલ ખાતે આજે સાંજે 4 કલાકે એર સ્ટ્રાઇક હુમલાને લઈને વહીવટી તંત્ર દ્વારા મોક ડ્રીલ યોજાઈ હતી. મોક ડ્રીલને લઈ ઊંઝા ફાયર બ્રિગેડની ટીમો તેમજ એમ્બ્યુલન્સોની સાયરનથી ગુંજી ઉઠ્યું હતું. વહીવટ તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા સમગ્ર રાજ્યના 18 જિલ્લાઓમાં સહિત મહેસાણા જિલ્લાના ઊંઝા ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલ યોજાઈ હતી. ઊંઝા એપીએમસી ખાતે એર સ્ટ્રાઇક હુમલો થયાના મેસેજ કંટ્રોલરૂમમાં મળતા સમગ્ર વહીવટી તંત્ર દોડતું થયું હતું. ઊંઝા એપીએમસી ખાતે પ્રથમ સાયરન વાગતા સહુ કોઈ સજાગ બની ગયું હતું.આગને લઈ પ્રથમ તાત્કાલિક ઊંઝા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ઊંઝા મામલતદાર રેખાબેન રાવલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઊંઝા પોલીસ સ્ટાફ પણ સુરક્ષાને લઈ તત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.5 જેટલી એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી. રેસ્ક્યુ કરીને 13 જેટલા ઇજાગ્રસ્ત વ્યક્તિઓને જીવ બચાવ્યા હતા. ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, નાયબ કલેક્ટર સાજન મેર, ઊંઝા ટીડીઓ ડો ભાર્ગવી વ્યાસ, ઊંઝા ચીફ ઑફિસર રવિકાન્ત પટેલ, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ સહિત વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું. આ મોકડ્રીલ સફળ રહી હતી. આ મોકડ્રીલ જોવા માટે લોકો ઉમટ્યા હતા.

સંબંધિત સમાચાર