રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા21 જૂન, 2026| Super Admin

ડીસામાં મંત્રીના અધ્યક્ષસ્થાને જનસંવાદ કાર્યક્રમ યોજાયો

ડીસામાં મંત્રીના અધ્યક્ષસ્થાને જનસંવાદ કાર્યક્રમ યોજાયો

અરજદારોના પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે અધિકારીઓને તાકીદ

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને ડીસા ખાતે એક મહત્વપૂર્ણ 'જનસંવાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકોની સમસ્યાઓ સાંભળીને તેનું ઝડપી અને પારદર્શક નિરાકરણ લાવવાનો હતો.

કાર્યક્રમમાં ડીસા વિધાનસભા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં નાગરિકો, અરજદારો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી પ્રવીણ માળીએ તમામ અરજદારોની રજૂઆતો ખૂબ જ ધીરજપૂર્વક સાંભળી હતી. અને નાગરિકો સાથે સીધો સંવાદ સાધીને તેમની મૂંઝવણો જાણી હતી.

જનસંવાદ દરમિયાન અરજદારો દ્વારા મુખ્યત્વે પાણી, રસ્તા, વીજળી, આવાસ યોજનાઓ તેમજ જમીન-મહેસૂલને લગતા વિવિધ પડતર પ્રશ્નો મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ઘણા સમયથી પેન્ડિંગ રહેલા પ્રશ્નોના કારણે સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ અંગે નાગરિકોએ મંત્રીને વિગતવાર વાકેફ કર્યા હતા.નાગરિકોની રજૂઆતો સાંભળ્યા બાદ મંત્રી પ્રવીણ માળીએ સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર જ બોલાવીને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "સરકાર પ્રજાના કામો કરવા માટે કટિબદ્ધ છે. નાગરિકોના પ્રશ્નોનો નિકાલ સમયમર્યાદામાં અને યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવું એ અધિકારીઓની પ્રાથમિક ફરજ છે." મંત્રીએ અધિકારીઓને ખાતરી આપી હતી કે અરજદારોની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. જનસંવાદ કાર્યક્રમ થકી સ્થાનિકોમાં પોતાના પ્રશ્નોના ઝડપી ઉકેલની આશા જાગી છે.

સંબંધિત સમાચાર