રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા26 માર્ચ, 2025| Super Admin

ઊંઝા તાલુકાના ભવાનીપુરા ગામે આધેડની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરાતા ચકચાર

ઊંઝા તાલુકાના ભવાનીપુરા ગામે આધેડની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરાતા ચકચાર
ઉનાવા પોલીસ દ્રારા તપાસ હાથ ધરાઇ; ઊંઝા તાલુકાના ભવાનીપુરા વણાગલા ગામના આધેડની તિક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ સંદર્ભે ઉનાવા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા તાલુકાના ભવાનીપુરા ગામના અમરતજી મણાજી ઠાકોર ઉવ 50 રહે છે. જેઓ ચૌધરી રઘુભાઈ હરિભાઇના ખેતરમાં ભાગેથી જમીન વાવી ખેતી કરે છે તેમજ ભેંસોની ઘાસચારાની મજૂરી કરે છે. જેઓની ગઇકાલે સાંજે કોઈ પણ સમયે કોઈ અગમ્ય કારણોસર વણાગલા ગામની સીમમાં આવેલ વડવાળા આંટામાં ઠાકોર ઉમેદજી ના ખેતરમાં આવેલ બોરની બાજુમા ખુલ્લી જગ્યામાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. કોઈ અગમ્ય કારણોસર ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવ્યું હતું. આ બનાવ સંદર્ભે ઉનાવા પોલીસે મરણ જનારના કાકાના દીકરા નાગુજી કાળુજી ઠાકોરના નિવેદનને આધારે ઉનાવા પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઇ કે ઓ રબારીએ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર