રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા27 જુલાઈ, 2025| Super Admin

મહેસાણાનું ગોપી નાળુ વરસાદી પાણીથી ભરાઈ જતાં મનપાના વિકાસની પોલ ખુલી

મહેસાણાનું ગોપી નાળુ વરસાદી પાણીથી ભરાઈ જતાં મનપાના વિકાસની પોલ ખુલી

ગત મોડી રાતથી જ મહેસાણામાં અવિરત વરસી રહેલા વરસાદે ફરી એકવાર મહેસાણા મહાનગરપાલિકા વિકાસની પોલ ખુલ્લી પાડી દીધી છે. મહેસાણા એક અને બે વિસ્તારોને જોડતા ગોપી નાળાની દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદમાં દયનિય હાલત જોવા મળી છે. વિકાસની મોટી મોટી વાતો કરતા મનપા અધિકારીઓની કામગીરી છતી થઈ છે ત્યારે ગોપી નાળાની બન્નેય બાજુના રસ્તામાં વરસાદી પાણી ભરાઈ જતા આવન જાવન માટે એક બાજુના રસ્તાનો ઉપયોગ કરવા માટે લોકોને મજબુર બનવી પડ્યું છે. જેના કારણે શહેર મધ્યે મસ મોટા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ જવાનોએ તાબડતોબ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવી અંડર બ્રિજમાં ભરાયેલા વફસાસી પાણીના નિકાલ માટે આવેલા મનપાના કર્મચારીઓને સહયોગ કર્યો હતો. ત્યારે આગ લાગ્યા પછી કૂવો ખોડવા જવા માંગે માહિર મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ગોપી નાળામાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે ટ્રેક્ટરમા પંપ દ્વારા પાણી ખેંચીને કાઢવાની કામગીરી કરવામા આવી હતી. તો બીજી તરફ ભારે વરસાદને પગલે રામોસણા અંડર પાસ પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં અંડર બ્રિજનો વરસાદી પાણી જ્યાં સુધી ન ઓસરે ત્યાં સુધી રસ્તો બંદ કરવાની નોબત આવી છે. ત્યારે દર વર્ષે મહેસાણા શહેરના ગોપી નાળા અને ભમરીયા નાળામાં પાણી ભરાઈ જવાથી થોડા સમય માટે મહેસાણા શહેર બે ભાગમાં વહેંચાઈ જતું જોવા મળે છે.

સંબંધિત સમાચાર